ભુજ: ટોડિયામાં ગૌવંશની હત્યા? સરપંચે કર્યો ઇનકાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાયનું નામ અાપીને ઇસ્યૂ ઊભો કરાયાનો આક્ષેપ
મૃત પશુને બાળીને પુરાવાનો નાશ કરાયાની ચર્ચા જોકે, સરપંચનો ઇનકાર
ભુજ: નખત્રાણા તાલુકાના ટોડિયા ગામમાં એક ગૌવંશને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને બાળી નાખવામાં આવ્યો હોવાની ચર્ચા સામે આવી હતી. જોકે, ગૌવંશની હત્યાની વાતને ગામના સરપંચે નકારી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બનાવની વાત પોલીસ સુધી પણ પહોંચી હતી. ગામના લોકો અને સરપંચે બનાવ અકસ્માતે બન્યો હોવાના નિવેદન આપ્યા હતા. સરપંચ કે.કે. સોઢાએ કહ્યું કે, આ મામલાને ઇરાદાપૂર્વક મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે, તેની પાછળ ગામના જ લોકો ખેડૂત પાસે રૂપિયા પડાવવા માટે કામ કરી રહ્યા છે. વાસ્તવમાં ટ્રેક્ટરમાં આખલો આવી જતાં તેનું મોત થયું હતું, તેને ગાયનું નામ આપીને અમુક લોકો ઇસ્યૂ ઊભો કરવામાં માગે છે. બીજીતરફ લોકોમાંથી એવી વાત પણ જાણવા મળી કે, ખેડૂતની વાડીમાં ગાય તારમાં આવી જતાં મૃત્યુ પામી હતી, પાછળથી કોઇને ખબર ન પડે, એ માટે તેને બાળી નાખવામાં આવી હતી. સ્થાનિક લોકો આ બનાવને અકસ્માત માની રહ્યા છે, તો સૂત્રોએ બનાવને હત્યાનો ગણાવી રહ્યા છે.
ટ્રેક્ટર અડફેટે આખલાનું મોત થયું
આશરે 10-15 દિવસ પહેલાંનો બનાવ છે, જેમાં ગામના કોઇ પટેલના ટ્રેક્ટર અડફેટે રખડતો આખલો આવી જતાં મોત થયું હતું. પોલીસે ગામમાં જઈને લોકોના નિવેદન લીધાં. જોકે, લોકોઅે બનાવ વિશે કોઇ ફરિયાદ નોંધાવી નહોતી. > વાય.બી. ગોહિલ, પીએસઆઇ નખત્રાણા