અડધા વિશ્વને વેબ પર કિડનીની માહિ‌તી, ૧૩ ભાષામાં ૨૦૦ પાનાનું પુસ્તક

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- આજે વર્લ્ડ કિડની ડે નિમિત્તે પાંચ ભાષામાં વેબ લોકાર્પણ થશે
- ભારતની ૧૦ અને વિદેશની ૩ મળી ૧૩ ભાષામાં ૨૦૦ પાનાનું પુસ્તક કમ્પ્યૂટર પર નિહાળી શકાશે
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના એક તારણ પ્રમાણે વૈશ્વિકસ્તરે વધી રહેલા ડાયાબિટીસ અને બ્લડ પ્રેસર જેવા રોગના કારણે કિડનીના રોગોનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે વધી રહ્યું છે, જેનું વિનામૂલ્યે માર્ગદર્શન મળે તે માટે રાજકોટના નિષ્ણાત તબીબ દ્વારા તૈયાર કરાયેલાં પુસ્તકને અત્યાર સુધી દેશની ૮ વિવિધ ભાષામાં વેબસાઇટ પર લોન્ચ કરાયાં છે. આજે ૧૩ માર્ચે વિશ્વ કિડની દિવસ નિમિત્તે વધુ પાંચ ભાષામાં લોન્ચ કરાશે, જેના લીધે વિશ્વના ૬૦ ટકા લોકો એક ક્લિક સાથે કિડનીના રોગ વિશેની માહિ‌તી નિ:શુલ્ક મેળવી શકશે.
ભુજની લેવા પટેલ તેમજ લાયન્સ હોસ્પિટલમાં વર્ષોથી વિઝિટિંગ ડોકટર તરીકે સેવા આપતા રાજકોટના નેફ્રોલોજિસ્ટ ડો.સંજય પંડયાએ તૈયાર કરેલાં પુસ્તકને www.kidneyeducation.com વેબસાઇટ પર મુકાયું છે. અત્યાર સુધી અંગ્રેજી, ગુજરાતી, હિ‌ન્દી, બંગાળી, મરાઠી, તેલુગુ, મલયાલમ અને કચ્છી ભાષામાં કિડની બચાવવા વિશેની માહિ‌તી વેબસાઇટ પર મૂકાઇ હતી, જેને જબરો પ્રતિસાદ મળતાં ૪૦ મહિ‌નામાં ૯૦ લાખ હિ‌ટ્સ ગયાં છે.
આજે વિશ્વ કિડની દિન નિમિત્તે દુનિયામાં સૌથી વધુ બોલાતી ચાઇનિઝ તેમજ સ્પેનિશ ઉપરાંત તામિલ, પંજાબી, કન્નડ જેવી ભારતીય ભાષામાં વેબનું લોકાર્પણ કરાશે. અગાઉ દિલ્હીમાં ઇન્ડિયન સોસાયટી ઓફ નેફ્રોલોજી ર્નોથઝોનની વાર્ષિ‌ક કોન્ફરન્સમાં કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા ૧૦ ભારતીય ભાષામાં નિર્મિ‌ત કિડનીના પુસ્તકને વેબસાઇટમાંથી વિનામૂલ્યે ડાઉનલોડ કરવાની સુવિધાનું લોકાર્પણ હેલ્થ એન્ડ રિસર્ચના ચીફ સેક્રેટરી ડો.કટોચના હસ્તે કરાયું હતું. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનના પ્રમુખ અને મેક્સિકોના વરિષ્ઠ કિડની નિષ્ણાત ડો.ગારસિયાએ વિશ્વમાં બીજા ક્રમે સૌથી વધુ બોલાતી સ્પેનિશ ભાષામાં કિડનીનું પુસ્તક તૈયાર કરવા બદલ આંતરરાષ્ટ્રીયસ્તરે જાગૃતિ ઝુંબેશમાં વેગ આવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
આગળ વાંચો કિડનીની તપાસ કોણે કરાવવી જોઇએ?