ઊંટની ખારાઇ ઓલાદ સંરક્ષણ સંદર્ભે દિલ્હીમાં અહેવાલ રજૂ કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ભુજની સહજીવન સંસ્થા દ્વારા રજૂ કરાયેલું સંશોધન ઊંટ સંરક્ષણમાં ઉપયોગી થઇ શકશે

પર્યાવરણ અને વનમંત્રાલય નવી દિલ્હી અને વિકસિત નહેરૂ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાન ૨૦૧૩-૧૪ અંતર્ગત ભુજની સહજીવન સંસ્થાએ જૈવિક વિવિધતા સંરક્ષણ વિષય અંતર્ગત લોકભાગીદારી દ્વારા જૈવિક સંસાધનોની નોંધણી-ઊંટની ખારાઇ ઓલાદના સંરક્ષણ અબડાસા વિસ્તારના સંદર્ભે અહેવાલ રજૂ કર્યો હતો, જે લુપ્ત થતી ખારાઇ પ્રજાતિના ઊંટના સંરક્ષણમાં આ અભ્યાસ ઉપયોગી થશે.

આ અહેવાલ બનાવવા માટે સહજીવન સંસ્થાએ અબડાસા વિસ્તારના ઊંટ માલધારીઓ સાથે અલગ-અલગ જૂથ ચર્ચાઓ, ચારિયાણ વિસ્તારમાં વનસ્પતિશાસ્ત્ર અને વન્ય પશુ-પક્ષીઓના જાણકારોની ફીલ્ડ વિઝિટ કરાવી ઉંડાણપૂર્વક ચારિયાણ વિસ્તારની સર્વેક્ષણ કામગીરી કરવામાં આવી હતી. ઉપરાંત ખારાઇ ઊંટના મહત્ત્વના ચારિયાણ એવા બેટ વિસ્તારના પરંપરાગત નામો તેમજ તેના મહત્ત્વ વગેરે અંગે જાણકારી મેળવવામાં આવી હતી.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...