• Gujarati News
  • Katch Nahi Dekha To Kuch Nahi Dekha Kutch Ghudakhara Steno On Post Tickit

‘કચ્છ નહીં દેખા તો...’કચ્છના ઘુડખરની ખાસ ટપાલ ટિકિટ બહાર પડી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

૨૪ વર્ષ બાદ ફરી કચ્છને સ્થાન મળ્યું

કચ્છની ખાસિયતોને અલગ-અલગ તબક્કામાં ટપાલ ટિકિટ પર સ્થાન મળ્યું છે, ત્યારે ફરી ઘણા લાંબા સમય બાદ કચ્છી ઘુડખરના નામની રૂા.૨૦ની ટપાલ ટિકિટ બહાર પડાઇ છે.

આ અંગે મળતી માહિ‌તી પ્રમાણે ભારતીય ટપાલખાતાએ કચ્છના જંગલી ગધેડા ઘુડખર અને લદાખના જંગલી ગધેડાની રૂા.૨૦ અને રૂા.પાંચની ખાસ ટપાલ ટિકિટ, મિનિએચર શિટ, ફસ્ર્ટ ડે કવર અને ફોલ્ડર બહાર પાડેલું છે. ઘુડખરની મુખ્ય વસતી કચ્છના નાના રણમાં આવેલી છે, તેઓ જીપ કરતા પણ વધુ ઝડપે દોડી શકે છે. ૭૦થી ૮૦ કિ.મી.ની ઝડપે નાના ટોળાંમાં રણમાં દોડતા ઘુડખરને જોવા એક લ્હાવો છે. સૌપ્રથમ તેની ગણતરી ૧૯૪૦માં થઇ, ત્યારે તેની વસતી ૩પ૦૦ હતી, પરંતુ ૧૯પ૮માં સૂરા નામના રોગના કારણે ૧૯૬૦ સુધી તેની વસતી ૩૬૦ જ થઇ ગઇ હતી, પરંતુ ૧૯૭૩ અને ૧૯૭૬માં કચ્છના રણને અને નજીકના જિલ્લાઓને આ પ્રાણી માટે આ વિસ્તાર રક્ષિત જાહેર કરવામાં આવ્યો અને અભયારણ્ય બનાવવામાં આવ્યું, જેના કારણે ૨૦૦૯માં તેની સંખ્યા ૪૦૩૮ થઇ ગઇ. હવે, ઘુડખર મોટાં રણમાં અને રાજસ્થાનના રણમાં પણ જોવા મળે છે.

ઉલ્લેખનીય છે કે ભુજમાં ફિલાટેલીકની પ્રવૃતિ હવે વેગ પકડી રહી જેમાં તેના યુવાન અને અનુભવી સભ્યોનો સહયોગ છે. ભવિષ્યમાં કચ્છને ટપાલ ટિકીટ તથા કવરમાંવધુને વધુ સ્થાન મળે તેવા પ્રયાસો પણ કરાશે તેવું એસોસિએશનના સભ્યોએ કહયું હતું.

થોડા દિવસ અગાઉ શ્યામજી કૃષ્ણવર્મા પર પણ કવર બહાર પડયું હતું જેની પ્રસંશા છેક દિલ્હીમાંથ ઇ હતી અને જેના લીધે આ કચ્છ જિલ્લો રાષ્ટ્રીય સ્તરે ચમકયો હતો. તેવું સભ્યોએ જણાવ્યું હતું.

આગળ વાંચો...વધુ અહેવાલ....

અગાઉ કચ્છના સંદર્ભમાં બે વખત ટિકિટ બહાર પડાઇ છે
પ્રકૃતિપ્રેમીઓનું આકર્ષણ વધશે