કર્ણાટકના વિજયને કચ્છ કોંગ્રેસે વધાવ્યો

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોંગ્રેસના કર્ણાટક વિજયને ગાંધીધામ કોંગ્રેસે વધાવ્યો


કર્ણાટકમાં કોંગ્રેસનો સ્પષ્ટ બહુમતી સાથે વિજય થતાં ગાંધીધામ કોંગ્રેસ દ્વારા ગાંધી માર્કેટમાં બપોરે ફટાકડા ફોડી તથા કોંગી કાર્યકરોના મોં મીઠાં કરાવી વિજયને વધાવી લીધો હતો.

કર્ણાટકમાં મતગણતરી શરૂ થતાં જ કોંગ્રેસ અન્ય પક્ષ કરતા આગળ રહેતા વિજય નિ‌શ્ચિ‌ત મનાતો હતો, ત્યારે ગાંધીધામ કોંગ્રેસના કાર્યકરોએ ગાંધી માર્કેટમાં એકઠા થઇ વિજયોત્સવ મનાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસના અગ્રણી હાજી જુમા રાયમાએ ભાજપની સરકારે કર્ણાટકમાં આચરેલા ભ્રષ્ટાચારનો પ્રજાએ જડબાતોબ જવાબ આપ્યાનું ગણાવ્યું હતું અને રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના નેતૃત્વને પ્રજાએ ફરી વિશ્વાસ વ્યકત કર્યો છે. આ તકે વિરોધ પક્ષના નેતા સંજય ગાંધી, હાજી જુમા રાયમા, યજુવેન્દ્રસિંહ જાડેજા, સલમાબેન ગંઢ સહિ‌તના કોંગી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.