કંડલા પોર્ટ ટ્રસ્ટીનો મામલો વકર્યોઃ વિરોધ કર્યો એટલે ટ્રસ્ટી ન થવા દીધા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કંડલા પોર્ટમાં મુદ્દત પહેલાં જ વરાયેલા ટ્રસ્ટીઓનો મામલો વધુને વધુ વકરતો જાય છે
- પોર્ટના અધિકારીઓની નકારાત્મક ભૂમિકાના આક્ષેપ
કંડલા પોર્ટ ટ્રસ્ટમાં મુદ્દત પૂરી થયા પહેલાં જ નિમણૂક થયેલા ટ્રસ્ટીઓને મુદ્દે ઊભો થયેલો વિવાદ દિવસે ને દિવસે વકરતો જાય છે. શિપિંગ ક્ષેત્રના અગ્રણી અને અન્ય વ્યાપારી સંસ્થાઓએ એવો આક્ષેપ કર્યો છે કે, કંડલા પોર્ટ દ્વારા રેટ વધારવામાં આવતાં તેનો વિરોધ કરવાનું તેમને ભારે પડયું છે અને પરિણામે કેપીટીના ટ્રસ્ટી બોર્ડમાં તેમની સંસ્થાઓને પ્રતિનિધિત્વ મળ્યું નથી.
કંડલા પોર્ટ ડોક સ્ટીવડોર એસોસિયેશનના પ્રમુખ અને રિશિ શિપિંગ કંપનીના બી.કે. મનસુખાણીનું માનીએ તો કેપીટીના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ (એચઓડી)કક્ષાના ટ્રાફિક મેનેજર મુકેશ બાલાણી, ચીફ ઇજનેર મુરગાદાસ અને સેક્રેટરી બિમલકુમાર ઝા સહિ‌તના અધિકારીઓએ બદઇરાદે તેમના એસોસિયેશન અને ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ ઉપરાંત કંડલા પોર્ટ સ્ટીમશિપ એજન્ટ એસોસિયેશનનું પત્તું ટ્રસ્ટી મંડળમાંથી સાવ કાપી નાખ્યું છે.
મનસુખાણીએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, કંડલા પોર્ટના એસો આરના વધારાનો વિરોધ તેમને આ રીતે કેપીટીના એચઓડી દ્વારા વાળવામાં આવી રહ્યો છે. ટ્રસ્ટીઓની નિમણૂકના વિવાદને મુદ્દે કંડલા પોર્ટ ટ્રસ્ટનો પક્ષ જાણવા માટે સેક્રેટરી બિમલકુમાર ઝાનો વારંવાર સંપર્ક કરવા છતાં તેઓ મળી શક્યા ન હતા, જેને પગલે કેપીટીનો પક્ષ જાણી શકાયો ન હતો.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...