કચ્છ યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો. દવે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કચ્છ યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ તરીકે ડો. દવે
-એક વર્ષથી કચ્છ યુનિવર્સિ‌ટી ઇન્ચાર્જના વહીવટદારોના સહારે ચાલી રહી છે
છેલ્લા એક વર્ષથી કચ્છ યુનિવર્સિ‌ટી ઇન્ચાર્જના ઇન્ચાર્જ વહીવટદારોના સહારે ચાલી રહી છે. કાયમી કુલપતિની નિમણૂક માટે એક બાજુ રાજકારણને લીધે ચાર્જ કમિટી માટે ઇસી અને સેનેટ મેમ્બરોની બેઠક રદ્દ કરવામાં આવી છે, ઇન્ચાર્જના ઇન્ચાર્જ કુલપતિની નિમણૂક કરાઇ છે.યુનિ.માં મોડામાં મોડા ત્રણ માસમાં કુલપતિની નિમણૂક થઇ જતી હોય છે, પરંતુ કચ્છ યુનિમાં રાજકારણીઓના ડખામાં છેલ્લા એક વર્ષથી ઇન્ચાર્જ કુલપતિના હવાલે ચાલી રહી છે. ડો. તુષાર હાથીએ ગવર્નરને રજૂઆત કરતાં ગવર્નરે તેમને પદભારમાંથી મુકત કરાયા હતા. ઇન્ચાર્જનો હવાલો રસાયણશાસ્ત્ર વિભાગના વડા ડો. પ્રજ્ઞેશ દવેને સોંપવામાં આવ્યો છે. દવે અગાઉ ઇન્ચાર્જ રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.