• Gujarati News
  • Kachchh Frontier Against Potential Smuggling Custom Equipped

સીમાવર્તી કચ્છમાં સંભવિત દાણચોરી સામે કસ્ટમ સજ્જ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં કેફીદ્રવ્ય- સોનાના સ્મગલિંગની શક્યતાઓને ધ્યાને લઇ શ્રેણીબદ્ધ પગલાં
કાંઠાળ વિસ્તારમાં પેટ્રોલિંગ ઘનિષ્ઠ બનાવાયું નવી ચેકપોસ્ટ ખોલાશે
જુદી જુદી ત્રણ કેટેગરીની લેટેસ્ટ બોટનો ઉપયોગ શરૂ કર્યો

રણ અને જળ સરહદેથી દાણચોરીનો લાંબો ઇતિહાસ ધરાવતા કચ્છ જિલ્લામાં ફરી કેફીદ્રવ્ય તથા સંભવત: સોનાના સ્મગલિંગની શક્યતાઓ ઊભી થતાં કસ્ટમ વિભાગ સાબદો બન્યો છે અને આખા દેશમાં સૌથી લાંબી સમુદ્રી સીમા ધરાવતા આ જિલ્લામાં તકેદારીના પગલાં ભરવા શરૂ કર્યાં છે.

કચ્છના પ‌શ્ચિ‌મી વિસ્તારમાં ખાસ કરીને અબડાસામાં ચરસના પેકેટ તબક્કાવાર મળ્યાં હતાં, બીજી બાજુ સોનાની કસ્ટમ ડયૂટીમાં વધારો થતાં તેમજ ભાવો ઊંચેને ઊંચે જતાં ગોલ્ડ સ્મગલિંગની સંભાવના જોવાઇ રહી છે, ત્યારે આવી કોઇ પણ નાપાક હરકતને ખાળવા માટે કંડલા કસ્ટમે સૂરજબારીથી કોરીક્રીક સુધીના વિસ્તાર પર જાપ્તો વધાર્યો છે. ગત સપ્તાહે નેવી, કોસ્ટગાર્ડ, પોલીસ સહિ‌તની એજન્સીઓ સાથે 'ઓપરેશન સાગર કવચ’ નામની કવાયતમાં હિ‌સ્સો લેનારા કસ્ટમ વિભાગે જોકે, નિયમિત ધોરણે સમુદ્રી પેટ્રોલિંગ પણ સઘન બનાવ્યું છે, તો કાંઠાળ સરહદી વિભાગમાં જનસંપર્ક ઘનિષ્ઠ બનાવીને ગુપ્ત બાતમીઓ મળતી રહે એ માટેનું નેટવર્ક ગોઠવવાનું શરૂ કર્યું છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે કંડલા અને મુન્દ્રા-અદાણી જેવા બે મોટાં બંદરો ઉપરાંત સમગ્ર કચ્છની ભૂમિ અને જળ સરહદોનો હવાલો સંભાળતા કંડલા કસ્ટમ કમિશ્નોરેટે સંભવિત પડકારને પહોંચી વળવા કમ્મર કસી છે. તેના ભાગરૂપે હવે જરૂરી નથી રહી તેવી ભચાઉ કષ્ટમ ચેકપોસ્ટને સંકેલીને તેના બદલે જ્યાં દાણચોરીની શક્યતા છે તેવી સીમાવર્તી વિસ્તારમાં નવી ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી રહી છે.

કસ્ટમને વધુ ભીતિ કેફીદ્રવ્યોની દાણચોરીની છે. સૂત્રોના કહેવા પ્રમાણે સોનામાં આંતરરાષ્ટ્રીય અને ભારતના ૧૯૮૦ના દાયકા જેટલો ભાવ તફાવત અને નફાકારકતા ન હોવાથી તેમજ જોખમનું તત્ત્વ વધુ હોવાથી સોનાની દાણચોરીની શક્યતા નહીંવત્ છે તેમ છતાં કસ્ટમ વિભાગ કોઇ ચાન્સ છોડવા માગતો નથી.

વધુ અહેવાલ આગળ વાંચો....