• Gujarati News
  • Jininga Cotton Farmers Market That Created The Most Karavase

કોટન જીનિંગ માર્કેટ ઊભી કરી ખેડૂતોને વધુ ફાયદો કરાવાશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેન વરાયા

ખેડૂતો અને ખેતપેદાશોનું યોગ્ય વળતર મળે તે ઉદ્દેશથી કાર્યરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની શુક્રવારે ભુજ માર્કેટયાર્ડ ખાતે કારોબારી ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

એપીએમસીના ચેરમેન પદ માટે મનુભા ખેતુભા જાડેજા અને વાઇસ ચેરમેન તરીકે નવીનચંદ્ર લાલજી ગણાત્રાની ભાજપ પ્રેરિત બિનહરીફ વરણી કરાઇ હતી. ચૂંટણી પ્રક્રિયામાં પાટણના જિલ્લા રજિસ્ટ્રાર એસ.એન.જોષી, કચ્છ રજિસ્ટ્રાર શૈલેશભાઇ જોષી અને ખેતીવાડી વિભાગના અનીલ પટેલની ઉપસ્થિતિમાં ચેરમેન અને વા. ચેરમેનની સર્વસંમતિ સાથે પદ સોંપાયું હતું. નવનિયુકત ચેરમેન મનુભાએ સુચારુ સંચાલનની ખાતરી આપી હતી તથા કપાસની વૈપારિક ફાયદા થાય, ખેડૂતોને વધુ સારું વળતર મળે તે માટે કોટન માર્કેટ તાત્કાલિક શરૂ કરવાની માહિતી આપી હતી.

ભાજપની જયારથી બોડી આવી છે, ત્યારથી વિકાસના જે કાર્ય થયાં છે તે અવિરત ચાલુ રહેશે. ખેતીવાડી અને શાકભાજીના વેપારીઓના મહત્તમ વળતર મળે તેવી સૌને સાથે રાખીને સવલતો ઊભી કરાશે. એક દિવસ અગાઉ સુધી ચેરમેન કોણ થશે ? તેની અટકળો વચ્ચે ભાજપની બેઠકેમાં જિલ્લા અને તાલુકાકક્ષાના હોદ્દેદારો તથા એપીએમસીના ડાયરેકટર્સની બેઠક મળી હતી તથા નામ નક્કી કરાયું હતું. ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય, અંજારના ધારાસભ્ય વાસણભાઇ આહિર, ભુજ સુધરાઇ અધ્યક્ષા હેમલતાબેન ગોર સાથે અન્ય હોદ્દેદારોએ બિનહરીફ વરાયેલા ચેરમેન-વાઇસ ચેરમેનને અભિનંદન આપ્યાં હતાં.