કચ્છમાં ગૂંજ્યો જય જલિયાણનો નાદ, ઉજવાઇ જલારામ જયંતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
-કચ્છમાં ગૂંજ્યો જય જલિયાણનો નાદ, ઉજવાઇ જલારામ જયંતી
-શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધર્મોલ્લાસ સાથે ૨૧૪મી જલારામ જયંતી ઉજવાઇ
૨૧૪મી જલારામ જયંતી નિમિત્તે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં લોહાણા સમાજ યોજિત ધાર્મિ‌ક કાર્યક્રમોમાં જલિયાણનો જયઘોષ બોલાવાયો હતો. પૂજન, આરતી તેમજ મહાપ્રસાદ સહિ‌તના કાર્યક્રોમોમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉમટયા હતા. ભુજમાં લોહાણા મહાજન દ્વારા પ્રમુખ નરેન્દ્રભાઇ ઠક્કરની રાહબારી હેઠળ જલારામ જયંતી ઉજવાઇ હતી. આ પ્રસંગે દરિયાસ્થાન મંદિરે પૂજનવિધિ કરાઇ હતી. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય તેમજ જ્ઞાતિ આગેવાનોનું સન્માન કરાયું હતું.
માધાપર, મિરજાપર, સુખપર લોહાણા મહાજન, ભુજની મુન્દ્રા રિલોકેશન સાઇટ, રાવલવાડી રિલોકેશન સાઇટ તથા રવાણી ફળિયા મંદિરે યોજાયેલા કાર્યક્રમોમાં નગર સેવા સદનના કારોબારી ચેરમેન ઘનશ્યામભાઇ સી. ઠક્કરે હાજરી આપી હતી.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક....