• Gujarati News
  • It's True Sindhi Candle Flame Storm, Music Evning Sindhi Society

આદિપુર : ‘આંધીમાં જ્યોત પ્રગટાવે તે જ સાચો સિંધી’

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આદિપુર : સિંધી ભાષાના પ્રચાર તેમજ પ્રસાર અર્થે પોતાનું અમૂલ્ય તેમજ આગવું પ્રદાન કરનારા સિંધી સમાજના મહાનુભાવોના સન્માન તેમજ સિંધી સમાજને એકતારૂપી બંધનમાં બાંધી રાખવા માટે આદિપુરના પ્રભુદર્શન હોલ ખાતે ભારતીય સિંધુ સમાજ તેમજ ગુજરાત સિંધી સમાજ મહાસંઘ દ્વારા સન્માન તેમજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું.
- આદિપુરમાં ગુજરાત સિંધી સમાજ મહાસંઘ દ્વારા સંગીત સંધ્યા યોજાઇ
- રાજ્યભરમાંથી જ્ઞાતિજનોએ લીધો લાભ
સિંધી સમાજના મહાનુભાવો જેમણે સમાજની પ્રગતિ માટે તન, મન અને ધનથી યોગદાન આપનારા અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રેમ લાલવાણી, અંજના હઝારે, ડો. સતિષ રોડે, ઉષા બેલાણી, નિર્મલ ગોપલાણી, મુકેશ ત્રિલોકાણી, લાલ હોતચંદાણી તેમજ રોશન ગોપલાણીનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેની સાથે ભોજરાજ ખેમાણી લિખિત મીઠડી સિંધી બોલી' પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વિશ્ની ઇશરાની તેમજ સાથીઓ દ્વારા સંગીત સંધ્યા યોજાઇ હતી, જેમાં સિંધી ભાષાના પ્રચલિત ગીતો રજૂ કરાયાં હતાં. લય અંતાણી તેમજ રાજેશ શાહે સંગીતનો સથવારો આપ્યો હતો. મુકેશ લખવાણી, સુરેશ નિહલાણી, રાજુ નાઉમલ તેમજ કમલેશ મયદાસાણીએ કાર્યક્રમની વ્યવસ્થા સંભાળી હતી.