તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેટલની તપાસ PSIના મોતનું કારણ?

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કુકમા પાસે થયેલા ડમ્પર-બાઇકના અકસ્માતની ઇન્વેસ્ટીગેશન બાદ પીએસઆઇ ગોરી ડિસ્ટર્બ થઇ ગયા હતા
- ભુજ તાલુકાના પોલીસ અધિકારીની આત્મહત્યા પાછળ દબાણ કામ કરી ગયું હોવાની આશંકા


ભુજ તાલુકા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એચ.એ. ગોરીએ પોતાની સર્વિ‌સ રીવોલ્વરથી જ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરી લેવાની ઘટના પાછળ અકસ્માતની ઇન્વેસ્ટીગેશન જવાબદાર હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. કુકમા પાસે સોમવારે રાત્રે એક ડમ્પરનું પંકચર પડી ગયું હતું. તે દરમિયાન એક બાઇક ચાલક અંધારામાં ડમ્પરના ઠાઠામાં ઘુસી ગયો હતો. જેમાં તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની તપાસ સબ ઇન્સ્પેક્ટર ગોરી ચલાવી રહ્યા હતા.

સોમવારે રાત્રે બનેલા આ બનાવ અંગે તેમણે ઇન્વેસ્ટીગેશન કર્યા બાદ કાર્યવાહી પુરી તો કરી લીધી હતી. પરંતુ સવાર સુધીમાં તે અસ્વસ્થ થઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ એક તરફ તેમની સીટી સ્કેનની તપાસ થોડા સમય પહેલા જ પુરી થઇ હતી. તે સંજોગોમાં તેઓ પહેલાથી જ થોડા નર્વસ હતા ત્યાં કુકમા પાસેના અકસ્માત બાદ તો તેઓ સાવ ડિસ્ટર્બ થઇ ગયા હતા.

મોડી રાત સુધી એક્સીડન્ટની તપાસ કરી હોવા છતાં સવારે ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં તેઓ આવીપહોંચ્યા હતા. અને હજુ તો પોલીસ સ્ટેશનમાં માંડ અવર-જવર શરૂ થઇ હતી ત્યાં જ તેમણે પહેલા માળે પોતાની સર્વિ‌સ રીવોલ્વરથી આત્મહત્યા કરી જિંદગી ટુંકાવી લીધી હતી. અનુભવી પોલીસ અધિકારીએ જાતે રીવોલ્વરથી મોતને ભેટવાની ઘટના પાછળના કારણો પણ ચોંકાવનારા નિકળે તેવી શક્યતા છે.

- પીએસઆઇ ગોરીની કોલ ડિટેઇલ મહત્વપૂર્ણ

સબ ઇન્સ્પેક્ટર એચ.એ. ગોરી સોમવારની રાત્રે કુકમા પાસે થયેલા અકસ્માતાની તપાસ ચલાવી રહ્યા હતા. સોમવારે મોડી રાત સુધી તેમનો મોબાઇલ ફોન સતત ચાલુ રહ્યો હતો. તેમની ઉપર સતત કોલ આવ્યા કરતા હતા. આ કોલ કોના હતા અને તેમાં શું વાત થઇ તે તો જાણી શકાયું નથી. પરંતુ જો સબ ઇન્સ્પેક્ટર એચ.એ. ગોરીના મોબાઇલની કોલ ડિટેઇલનો વ્યવસ્થિત અભ્યાસ થાય તો તેમની આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણી શકાય.

- સીધી વાત: એમ.જે. ગોહિ‌લ, સબ ઇન્સપેક્ટર ડી સ્ટાફ, ભુજ તાલુકા
- કુકમા પાસે થયેલા ગઇ રાત્રે અકસ્માતમાં શું હતું?


ગત સોમવારે રાત્રે તમે કયાં હતા?
મારી નાઇટ હતી અને હું એક નંબરની મોબાઇલમાં જઇ રહ્યો હતો.
કુકમા અકસ્માતની ખબર છે?
હા, હું જીકે હોસ્પિટલમાં પણ ગયો હતો. જ્યાં તપાસનીશ પીએસઆઇ એચ.એ. ગોરી સાથે અકસ્માત સંદર્ભે ચર્ચા પણ થઇ હતી.
તમે પીએસઆઇ ગોરીને ફોન કર્યા હતા?
હા, પહેલા તેમણે ફોન કર્યો હતો ત્યાર બાદ મેં પણ કોલ કર્યા હતા.
કેટલા કોલ થયા હશે?
ઘણા થયા હશે, પણ તમે શું કામ પૂછો છો?, કદાચ પાંચ- છથી પણ વધુ કોલ થયા હશે.
પીએસઆઇ ગોરીએ તમને કેમ ફોન કર્યો હતો?
અકસ્માતની ફરિયાદ સંદર્ભે તેઓ પૂછવા માગતા હતા, એટલે માર્ગદર્શન માટે ફોન કર્યો હતો.

- સીધી વાત: સંજયસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ, ડી સ્ટાફ, ભુજ તાલુકા
- અકસ્માતની ઘટનામાં તમારા ઓળખીતા હતા


કુકમાના અકસ્માતમાં તમારા સગા હતા?
ના, હું કોઇને ઓળખતો નથી કે તેઓ મારા સગા ન હતા.
એ અકસ્માતની તપાસ કોણ કરતું હતું?
સબ ઇન્સ્પેક્ટર ગોરી, પણ...
તમે કેમ પૂછો છો?
તમારી પીએસઆઇ ગોરી સાથે વાત થઇ હતી?
ના, અમારી કોઇ જ વાત થઇ નથી. પરંતુ ગોરી સાહેબે રાત્રે પીએસઆઇ ગોહિ‌લને ફોન કર્યો હતો અને પીએસઆઇ ગોહિ‌લે મને કર્યો હતો.
શા માટે ફોન કર્યો હતો?
એક્સીડેન્ટના કેસમાં કોઇ કલમ અંગે પીએસઆઇ ગોરીને જાણવું હતું. એટલે તેમણે પીએસઆઇ ગોહિ‌લને ફોન કર્યો અને ગોહિ‌લ સાહેબે મને તેમજ અન્ય લોકોને પણ ફોન કરીને સલાહ સૂચનની આપ-લે કરી હતી.