તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહિ‌લાઓની બૌદ્ધિક સ્તરની ઊંચાઇ સાંપ્રત સમયની માંગ, ઇન્ટરસિટી મીટ યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ઇન્નર વ્હીલ ક્લબ, ફ્લેમિંગો-ભુજની ઇન્ટરસિટી મીટ યોજાઇ
આજના સમયે સ્ત્રી માત્ર ગૃહિ‌ણી નહીં, પુરુષ સમોવડી બની છે, ત્યારે સ્ત્રીઓના બૌદ્ધિક સ્તરની ઊંચાઇ જ તેના સમાજ સન્માનનું પરિમાણ બનશે, તેવું 'સાંપ્રત સમયમાં સ્ત્રીનો રોલ’ પર ડો. દર્શનાબેન ધોળકિયાએ પ્રેરક પ્રવચનમાં કર્યું હતું. ઇન્નર વ્હીલ ક્લબ ઓફ ભુજ, ફલેમિંગોની વાર્ષિ‌ક ઇન્ટરસિટી મીટ ભુજની ઇલાર્ક હોટલમાં યોજાઇ હતી. ડિસ્ટ્રીક્ટ ૩૦પ૧ના ચેરમેન કાનનબેન ગોલેચા, ડીજી જ્ઞાનેશ્વર રાવ તથા ડો. અલ્કાબેન રાવની ઉપસ્થિતિમાં મીટ શરૂ કરતાં ક્લબના મંત્રી સરલાબેન શાહે સંસ્થાની વિવિધ પ્રવૃત્તિ પર પ્રકાશ પાડયો હતો. કચ્છની પાંચ ક્લબને 'ઐક્ય’ પ્રોજેક્ટ અંતર્ગત એક મંચ પર એકત્ર કરાઇ હતી.
ગત વર્ષે સંસ્થાએ કરેલા પ્રોજેક્ટની માહિ‌તી મંત્રીએ આપી હતી. કુસુમબેને સ્વાગત પ્રવચન આપ્યું હતું. પ્રસંગોચિત ઉદ્બોધન ડિસ્ટ્રીક્ટ ચેરમેન કાનન ગોલેચાએ આપ્યું હતું. ડો. દર્શનાબેને સ્ત્રીની આજની સ્થિતિ પર પ્રવચન આપ્યું હતું. રાજા રામમોહનરાયનું ઉદાહરણ આપતાં જણાવ્યું કે, સતી પ્રથા નાબૂદ કરનારા રાયનો સૌ પ્રથમ વિરોધ તેની માતાએ કર્યો હતો. આજે સ્ત્રી-પુરુષનો ભેદ ભૂલવાની પરિસ્થિતિ છે. ઉષાબેન ઠક્કરે ક્લબનો ઇતિહાસ કહ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં રોટરી ક્લબ ઓફ ભુજ, ડો. જ્ઞાનેશ્વર રાવ, ડો. અલ્કા રાવ, ક્લબના હોદ્દેદારોએ દીપ પ્રાગટય કરી ઉદ્ઘાટન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન રીતુ ભટ્ટ અને રાખી આશરે કર્યું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો