'પોતાના કાર્ય પ્રત્યેનું સમર્પણ કાયમ સફળતા અપાવે છે’

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલારા ગામે નવનિર્મિ‌ત પીક-અપ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું

ખાવડા રોડ સ્થિત પાલારા યાત્રાધામ આવતા દર્શનાર્થીઓની સુવિધાર્થે ૧.૩૦ લાખના ખર્ચે નવનિર્મિ‌ત પીક-અપ સ્ટેન્ડનું લોકાર્પણ કરાયું હતું. પૂજારી બુધગર ગોસ્વામી અને પ્રભુ મારાજના હસ્તે પૂજન કરાયા બાદ જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષા હેમલતાબેન ગોર, જેલ અધિક્ષક એસ.આઇ.વ્હોરા, વસંતભાઇ અજાણીના હસ્તે નવા પીક-અપ સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરાયું હતું.

ઉપસ્થિત અગ્રણીઓએ જણાવ્યું હતું કે, કોઇ પણ કાર્ય પ્રત્યેનું સમર્પણ હરહંમેશ સફળતા અપાવે છે. યોગદાન આપનારા વાસણભાઇ આહિ‌ર, તા.પં.ના ઇજનેર ભરતભાઇ ગોર, ઝીંકડી સરપંચ ભીમાભાઇ આહિ‌રની સેવાની નોંધ લેવાઇ હતી. વ્યવસ્થામાં અરવિંદ ગોર અને રસીદભાઇનો સહયોગ પ્રાપ્ત થયો હતો.