• Gujarati News
  • In The Village Of Mundra Taluka Of 1.2 Million Development Will Work

મુન્દ્રા તાલુકાના ગામોમાં ૧.૨પ કરોડના વિકાસકામો થશે

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એ.ટી.વી.ટી.ની ગ્રાન્ટમાંથી થનારાં કામો વિશે સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં સમીક્ષા કરાઇ

ગ્રામીણ લોકોની સુખાકારી માટે રાજ્ય સરકારે અમલમાં મૂકેલી આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો(એટીવીટી) યોજના હેઠળ મુન્દ્રા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસ માટે ૧.૨પ કરોડ મંજૂર થતાં સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠકમાં સમીક્ષા કરાઇ હતી.

નાયબ કલેક્ટર સુદાણીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ધારાસભ્ય તારાચંદ છેડાએ તાલુકામાં બારકોડેડ રાશનકાર્ડની કામગીરી વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી. વીજકંપનીના જર્જરિત વીજતારો બદલવા તથા રામાણિયામાં બની રહેલા સિંચાઇ ડેમ વિશે સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે અછતની સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. બેઠકમાં ગેરહાજર રહેતાં અધિકારીઓને ઠપકા નોટિસ આપવા સભ્યસચિવને તાકીદ કરી હતી અને નર્મદાના પાણીનો જથ્થો વધારવા પાણી પુરવઠા વિભાગને જણાવ્યું હતું. લોકપ્રતિનિધિ દેસર સંઘારે અછતગ્રસ્ત ગામોની વિગતો આપી હતી. ભાવેન્દ્રસિંહ જાડેજાએ પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી.


મંજૂર થયેલાં વિકાસકામોનું ટૂંક સમયમાં ખાતમુહૂર્ત કરવા નિર્ણય લેવાયો હતો.
આ બેઠકમાં મામલતદાર બી.જી.વાઘેલા, તાલુકા વિકાસ અધિકારી જે.ડી.ગઢવી, તાલુકા પંચાયતના પ્રમુખ તથા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, પી.જી.વી.સી.એલ. નાયબ ઇજનેર, આર. એન્ડ બી. વિભાગના ઇજનેર વગેરે હાજર રહ્યા હતા.