• Gujarati News
  • In The History Of Dirt Gherayum Naliya Hajasara Lake

ગંદકીમાં ઘેરાયું નલિયાનું ઐતિહાસિક હાજાસર તળાવ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ૦૦ વર્ષ જૂના આ જળાશયની સાર-સંભાળ માટે પંચાયતને ફૂરસદ નથી
અન્ય તળાવોની પણ એ જ હાલત


અબડાસાના મુખ્ય મથક નલિયામાં રહેતા દસેક હજાર લોકો માટે મુખ્ય જળસ્ર્ાોત સમાન ઐતિહાસિક હાજાસર તળાવની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છવાતાં આરોગ્ય માટે ખતરો ઊભો થયો છે. ગામના અન્ય જળાશયો પણ આવી જ હાલતમાં હોવા છતાં પંચાયત દ્વારા તેની સ્વચ્છતા માટે કોઇ દરકાર ન લેવાતાં નગરજનોમાં કચવાટ
ફેલાયો છે. બસ સ્ટેશન સામે આવેલાં પાંચ સદી પૂરાણા હાજાસર તળાવની ફરતે પથ્થરની પાકી દીવાલો, પાકા કાંઠા, સ્નાનઘાટ સહિ‌તની સુવિધા છે. તળાવની અંદર બે કૂવા છે, જે વર્તમાન સમયે પાણીની માંગને પહોંચી વળે છે, પણ તેની તેમજ તળાવની આસપાસ ફેલાયેલી ગંદકીના કારણે લોકોનું આરોગ્ય જોખમાયું છે.

આ ઉપરાંત હેમાસર સહિ‌તના અન્ય જળાશયોમાં પણ મીઠાં પાણીના કૂવા છે, જેમાંથી મહિ‌લાઓ પાણી સીંચે છે, પરંતુ આ તળાવોને પણ ગંદકીએ ભરડો લીધો છે. જીવન માટે જરૂરી એવાં જળનો સંગ્રહ કરતાં આ જળાશયોની આસપાસ સ્વચ્છતા જળવાય અને આરોગ્ય સાથે ચેડાં ન થાય, તો માટે સંબંધિતો દ્વારા તાકીદે કાર્યવાહી કરાય તેવું નગરજનો ઇચ્છી રહ્યા છે.