• Gujarati News
  • In Bhuj To A Quarter Million Fraud Gang That Revealed

ભૂજમાં પોણો કરોડની ઠગાઇ કરનારી ગેંગનો પર્દાફાશ

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ એલસીબીએ ૪.૭૨ લાખ સહિ‌તના મુદ્દામાલ સાથે બોરીવલીમાંથી બે બિહારીને પકડી પાડયા
દેશવ્યાપી ચાલતું ઠગાઈ પ્રકરણ ખુલ્લું પડયું


ભુજમાં વર્ષની શરૂઆતમાં આર્મી‍ના એક સૂબેદારને લોભામણા ઇ-મેઇલ કરીને કોઇ શખ્સોએ ૧૦.૪૬ લાખની છેતરપિંડી આચરી હતી. આ કેસની તપાસમાં મુંબઇના બે શખ્સને પકડી પાડીને ભુજની એલસીબીએ દેશવ્યાપી ચાલતા ઓનલાઇન ચીટિંગના કેસને ઉકેલી નાખ્યો હતો. વળી, આ કેસમાં દિલ્હીમાં રહેતા મુખ્ય સૂત્રધાર અને બિહારમાં રહેતા શખ્સના નામ પણ બહાર આવ્યાં છે. આ પ્રકરણમાં તપાસ દરમિયાન ધૂતારાના મુંબઈની બેંકના એકાઉન્ટ પરથી ફોટોગ્રાફ્સ, સરનામા મેળવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. બાતમીદારો તરફથી એવી હકીકત મળી કે, સ્નેહા એન્ટરપ્રાઇઝના માલિક તથા તેના અન્ય સાગરિતો મુંબઈમાં બોરીવલી વેસ્ટમાં મકાન ભાડે કરીને રહે છે.

આ બાતમીના આધારે એલસીબીની ટીમ તપાસ માટે ગઈ હતી અને ત્યાંથી આરોપી આદિલ ઉર્ફે આદિબ ઉર્ફે રોશન ચૌધરી(૨૪) તેમજ અહેમદહુસેન તબારકહુસેન મન્સુરી(૨૭)ને પકડી પાડવામાં આવ્યા હતા. આ બન્ને શખ્સ મૂળ બિહારી છે. તેઓ હાલ બોરીવલીના સિમ્પોલીમાં આવેલા કસ્તૂરી પાર્કમાં ફ્લેટમાં રહેતા હતા. મકાનની ઝડતી દરમિયાન રોકડા ૪,૭૨,પ૦૦ કબજે કરવામાં આવ્યા હતા. બન્ને શખ્સની પ્રાથમિક પૂછપરછમાં દિલ્હીમાં બનાવટી નામથી રહેતા મુખ્ય ભેજાબાજ અને બિહારમાં રહેતા મિન્ટુ ઉર્ફે રિયાઝુદ્દીનના નામ પણ બહાર આવતાં પોલીસે આ બન્નેની ધરપકડ માટે પણ તપાસનો દોર આગળ વધાર્યો છે. ભેજાબાજ રોશન ચૌધરીએ પૂછપરછમાં એવી કબૂલાત આપી છે કે, ચીટર ટોળકીએ દેશના અનેક લોકોને ધૂત્યા છે. એમાં છેલ્લા સાતથી આઠ માસમાં જ ઠગાઈનો આંક સિત્તેરથી એંસી હજારે પહોંચી ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભુજમાં આર્મી‍ના સુબેદાર શિવશંકર પુષ્ટીને વર્ષના પ્રારંભે તેમને પાંચ લાખ પાઉન્ડનું ઇનામ લાગ્યું હોવાનો એક ઇ-મેઇલ આવ્યો હતો. આ પાંચ લાખ પાઉન્ડ મેળવવા સુબેદારે પહેલાં પોતાના નામ સહિ‌તની વિગતો આપી હતી. બાદમાં ચીટરે આપેલાં બેંક એકાઉન્ટ નંબર પર જુદા-જુદા ટ્રાન્ઝેક્શનથી કુલ રૂા.૧૦,૪૬,૦૦૦ની રકમ જમા કરાવી હતી. બાદમાં ધૂતારાઓ તરફથી કોઇ રિપ્લાય ન મળતાં છેવટે સુબેદારે શહેર પોલીસ સ્ટેશનમાં તા.૧૦ માર્ચે એફઆઇઆર નોંધાવી હતી. આ છેતરપિંડીનો ભેદ ઉકેલવા માટે એલસીબીના ઇન્સ્પેક્ટર વી.આર. મલ્હોત્રા, હેડ કોન્સ્ટેબલ ગિરીશ વાણિયા, નરેન્દ્ર યાદવ, સામત મહેશ્વરી, પ્રવીણ વાણિયા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ પરમાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.

આગળ વાંચો વધુ અહેવાલ....
દિલ્હીમાં બેઠેલો મુખ્ય સૂત્રધાર મેઈલ અને કોલ કરે છે