ભુજમાં ગાંધીયુગનો માહોલ થયો સાકાર

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રને આઝાદી અપાવનારા અહિંસાના પૂજારી એવા મહાત્મા ગાંધીના અંગત જીવનમાં કસ્તૂરબાનું યોગદાન મહત્ત્વનું હતું. મહાત્માના જીવનચરિત્રને તાદૃશ કરતાં નાટક 'કસ્તૂરબા... મહાત્માના જીવનસંગિની’માં મોહનદાસ કરમચંદ ગાંધીના લગ્નજીવન, પુત્રો સાથેનો વ્યવહાર, સચ્ચાઇ માટે સંઘર્ષ, પત્નીનું બલિદાન, લોક ચળવળમાં કસ્તૂરબાની મહત્ત્વની ભૂમિકા જીવંત બની હતી, તો કસ્તૂરમાંથી કસ્તૂરબા બન્યાનો પ્રસંગ, દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા બાદની અંગ્રેજો સાથેની લડતના પ્રસંગને ભુજવાસીઓએ માણ્યો હતો. -પ્રકાશ ભટ્ટ

ચાર વધુ તસવીરો જોવા ક્લિક કરો આગળ....