તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • If Not Completed High School Teachers To Boycott Marines Gap

જખૌ હાઇસ્કૂલમાં શિક્ષકોની ઘટ નહીં પૂરો તો બહિષ્કાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- જખૌ હાઇસ્કૂલમાં શિક્ષકોની ઘટ નહીં પૂરો તો બહિષ્કાર
- આજે વાલીઓની મળશે ખાસ બેઠક
જખૌ : અબડાસાના જખૌ ગામે આવેલી હાઇસ્કૂલની સમસ્યા અન્ય ગામો જેવી જ છે. 105 વિદ્યાર્થી વચ્ચે માત્ર બે જ શિક્ષક છે અને આ શાળામાં ધોરણ 12 સુધીની વ્યવસ્થા થવી જોઇએ એવી માગણી જાગી ઉઠી છે. ઘટ નહીં પૂરાય તો શિક્ષણ બહિષ્કાર કરાશે. જખૌ ગામે હાઇસ્કૂલમાં હાલે 105 વિદ્યાર્થી છે અને તેમને ભણાવવા માટે માત્ર બે જ શિક્ષક છે. ધોરણ 9,10ના 78 કુમાર અને 24 કન્યાના અભ્યાસ ભણાવવા માટે એક જ શિક્ષક હોય છે અને બીજા શિક્ષકનું વહીવટી કામ પૂરો થતા માંડ ટાઇમ આપી શકે છે.

આ વર્ષે અમારૂં ગણિત, વિજ્ઞાનનો અભ્યાસક્રમ પૂર્ણ નથી થયેલો અને હવે પરીક્ષાઓ ઉપર આવી રહ્યી છે અમને પરીક્ષામાં પેપર કેમ લખવું જે વિષયનો અમને અભ્યાસ જ નથી થયો.
જખૌ ગામના ઉપસરપંચ હરિસંગ અબડા, વ્યાપારી અગ્રણી કિશોરભાઇ જોષી, એસએમસી અધ્યક્ષ ધીરજસિંહ અબડા, વાલી પ્રવીણ ભાનુશાલી તથા અન્ય વાલીઓએ જણાવ્યું કે, આ શિક્ષક ઘટની માગણી 12 મહિનાથી અનેકવાર જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ચારથી પાંચ વખત લેખિતમાં માગણી કરી છે, પણ હજી સુધી કોઇ નિરાકરણ નથી આવ્યો, જે સંદર્ભે સોમવારે હાઇસ્કૂલમાં વાલી મીટિંગ યોજાશે.