તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોડેસવારીનો એકડોઃ ઘોડાની લગામ સંભાળી શીખો અવનવા દાવપેચ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ઘોડેસવારીનો એકડો ઘૂટતાં ૬૨ ભુજવાસી : સ્ત્રીઓની સંખ્યા વધુ
- ૧૨ વર્ષના બાળકથી લઇને પ૦ની વયના તાલીમાર્થીઓ વહેલી સવારથી જ ઘોડાની લગામ સંભાળી શીખે છે અવનવા દાવપેચ


પ‌શ્ચિ‌મ કચ્છ પોલીસ દ્વારા લોકોને નવલાં નજરાણારૂપે હોર્સ રાઇડિંગની તાલીમ આપવાના ઐતિહાસિક નિર્ણય બાદ તેને ભારે પ્રતિસાદ ઉત્સુકો તરફથી મળ્યો છે. હાલે ૬૨ જેટલા લોકો ઘોડેસવારીના પાઠ ભણી રહ્યા છે. ભુજમાં હોર્સ રાઇડિંગનો કોર્સ શરૂ કરવા લાંબા સમય પહેલાં તત્કાલીન એસ.પી. દ્વારા ઉચ્ચકક્ષાએ પ્રપોઝલ મૂકવામાં આવી હતી. ત્યાર બાદ વચ્ચે ઘણો સમય વિત્યા બાદ વર્તમાન એસ.પી. બિપિન અહિ‌રે દ્વારા આમાં રસ લેવાતાં આખરે આ કોર્સ ચાલુ થઇ શકયો છે. ૧૮ મેના શ્રીગણેશ થયેલી આ ૩ માસના બેઝિક કોર્સની તાલીમમાં હાલે ૬૨ તાલીમાર્થી જોડાયા છે.

આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...