અનેક ફિલ્મોમાં ચમકી ચૂકેલ ઐતિહાસિક કિલ્લાનું પ્રવેશદ્વાર ધરાશાયી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશની છેવાડે આવેલા ઐતિહાસિક લખપતના કિલ્લાનો ગામની અંદર જ્યાંથી પ્રવેશ કરવામાં આવે છે, તે મુખ્ય પ્રવેશદ્વાર ધરાશાયી બન્યું હતું. સદ્નસીબે ઉપરથી પડેલા જર્જરિત કિલ્લાનો કાટમાળ જે સમયે પડયો, ત્યારે કોઇ વાહનવ્યવહાર કે લોકોની અવર-જવર નહોતી. અત્રે ઉલ્લેખનીય છે કે, લાંબા સમયથી અત્યંત જર્જરિત હાલમાં બનેલો અહીંનો ઐતિહાસિક કિલ્લો તેમજ તેના પ્રવેશદ્વાર પ્રત્યે આજદિન સુધી સંબંધિત તંત્ર કે પુરાતત્વ દ્વારા તેની કોઇ જ દરકાર લેવામાં આવતી ન હોવાથી આ કિલ્લો ધીરે-ધીરે ઠેક-ઠેકાણેથી તેના કાંગરા પથ્થરો પડી રહ્યા છે.
કિલ્લાના પ્રવેશદ્વારનો કાટમાળ ઉપરથી પડતાં લખપત ગામનું પ્રવેશદ્વાર પણ બંધ થઇ ગયું હતું. બાદમાં ગામલોકોએ આ કાટમાળ દૂર કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ કિલ્લો બીએમ ડબ્લ્યુ કાર જેવી પ્રતિષ્ઠિ‌ત કંપનીની જાહેરાત તેમજ અનેક ફિલ્મોમાં ચમકી ચૂક્યો છે.