દિવાળીના બારણે ટકોરા, દિવસે અગનવર્ષા તો રાત્રે ઢાઢક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કંડલા 38.6 ડિગ્રી સાથે મોખરે : ભુજ 38.4 ડિગ્રી સાથે બીજા નંબરે
- નલિયામાં લઘુત્તમ તાપમાન 18.5
ભુજ: દિવાળીનામહાપર્વને આંગળીને વેઢે ગણાય એટલા દિવસો બાકી છે, ત્યારે કચ્છમાં વિષમતા વચ્ચે હજુયે રાજ્યમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. બીજી બાજુ કેટલાંક સ્થળે ટાઢક વર્તાવી પણ ચાલુ થઇ ગઇ છે.
શુક્રવારે 38.6 ડિગ્રી સામે કંડલા પોર્ટમાં સર્વાધિક તાપમાન નોંધાયું હતું, જ્યારે જિલ્લા મથક ભુજ 38.4 ડિગ્રી સાથે રાજ્યમાં બીજા નંબરનું ગરમ શહેર બની રહ્યું હતું. લઘુત્તમ તાપમાનમાં 18.5 ડિગ્રી સાથે નલિયા બીજા દિવસે પણ મોખરે રહ્યું હતું.
કચ્છમાં ભેજનું પ્રમાણ ઉતરોત્તર ઘટતું જતાં હવામાન સૂકું બની રહ્યું છે. દરમિયાન, પાછોતરા પ્રખર તાપને કારણે અનેક સ્થળે મોલ મૂરઝાવા કે બળી જવાની ફરિયાદો વ્યાપક બની રહી છે.
મહત્તમ ને લઘુત્તમ તાપમાન ક્યાં-ક્યાં ?
શહેરમહત્તમલઘુત્તમ
કંડલા પોર્ટ38.620.9
ભુજ38.424.6
કંડલાએરપોર્ટ37.620.7
નલિયા36.918.5