ભુજની વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના ઇતિહાસમાં પહેલીવાર ચૂંટણી

10 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવ બેઠક માટે ૨૯ ઉમેદવાર મેદાનમાં હોવાથી રસાકસી શહેરના વેપાર વ્યવસાય સહિ‌તના ક્ષેત્રોમાં અગ્રેસર એવી વિશા ઓસવાળ જૈન ગુર્જર જ્ઞાતિના ઇતિહાસમાં પ્રથમવાર ૯ હોદ્દેદાર માટે ચૂંટણી યોજાઇ રહી છે. સમસ્ત જૈન સમાજની જેના પર મીટ મંડાઇ છે એવી આ ચૂંટણીમાં ૨૯ ઉમેદવારે ઝુકાવ્યું છે, રવિવારે (૧૦ જૂનના) જ્ઞાતિના ૭પ૦ જેટલા લાણેદાર(સભ્યો) મતદાન કરશે તેવું જાણવા મળ્યું છે. ચૂંટાયેલા સભ્યો પ્રમુખની વરણી કરશે. જ્ઞાતિના પ્રમુખ એક પરંપરા પ્રમાણે જૈન સાતના પ્રમુખ પણ બનતા હોવાથી ભુજના સમસ્ત જૈન સમાજમાં આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ મનાય છે. જ્ઞાતિનું બંધારણ રચાયું એ પછી(લગભગ પપ વર્ષ પછી) પ્રથમ વખત ચૂંટણી થઇ રહી છે. પ્રમુખપદે અત્યારે સર્વાનુમતે વરાયેલા પી.સી.શાહ સેવા આપી રહ્યા છે, એ પૂર્વે કાંતિભાઇ બાબુભાઇ ઘીવાળા પ્રમુખ હતા. સર્વ પ્રથમ ચૂંટણીમાં ભારે રસાકસી સર્જા‍ય એવી સંભાવના છે.