ગુજરાતી ફિલ્મ નીલકંઠનું ૧૧ કેટેગરી માટે નોમિનેશન થયું

ફિલ્મના બીજા ભાગ નિલકંઠ-ર નું શૂટિંગ ટૂંક સમયમાં કચ્છમાં શરૂ કરાશે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Feb 23, 2013, 12:45 AM
Gujarati film neelkanth nominated in 11 categories
અંધેરીમાં યોજાનારા સમારોહમાં એવોર્ડ અપાશે
અમદાવાદ ખાતે યોજાયેલા ટ્રાન્સ મીડિયા ગુજરાતી સ્ક્રીન અને સ્ટેજ એવોર્ડ સમારોહમાં ગુજરાતી ફિલ્મ નીલકંઠને ૧૧ વિવિધ કેટેગરી માટે નોમીનેટ કરાઇ હતી.
ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રસ્તુત અને મહેન્દ્ર વરસાણી ક્રિએશન નિર્મિ‌ત સ્વામિનારાણ જીવન ચારિત્ર્યાધારિત ફિલ્મ નીલકંઠને શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દદર્શક-હિ‌તેશ રાવલ, શ્રેષ્ઠ વાર્તા-મહેન્દ્ર વરસાણી, શ્રેષ્ઠ પટકથા-મહેશ વરસાણી અને કપલેશ ધાસી, શ્રેષ્ઠ સંવાદ-મહેન્દ્ર વરસાણી, શ્રેષ્ઠ છબીકલા-હરેશ પી શાહ (ડેવિડ), શ્રેષ્ઠ સંકલન-સુનીલ વાઘેલા, શ્રેષ્ઠ નૃત્ય દિગ્દર્શક-શક્તિ દત્ત, શ્રેષ્ઠ ગાયક-પ્રફુલ્લ દવે, શ્રેષ્ઠ સંગીત-રણજીત નાડિયા, શ્રેષ્ઠ બાળ કલાકાર-પૂર્વ જોશી (નીલકંઠની મુખ્ય ભૂમિકા) એમ કુલ ૧૧ નોમિનેશન પ્રાપ્ત થયાં છે.
આગામી ૨જી માર્ચના અંધેરી સ્પોર્ટ કોમ્પ્લેકસ-મુંબઇ ખાતે એવોર્ડ આપવામાં આવશે. ફિલ્મના બીજા ભાગ નિલકંઠ-ર નું શૂટિંગ ટૂંક સમયમાં કચ્છમાં શરૂ કરાશે.

X
Gujarati film neelkanth nominated in 11 categories
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App