તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોદીના પ્રધાનમંડળમાં સમાવેશ થયેલા વાસણભાઈનું અભિવાદન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- કચ્છમાં કુટિર ઉદ્યોગને પ્રોત્સાહિ‌ત કરવા પૂરતા પ્રયાસો કરાશે
- શપથવિધિ સંપન્ન કરીને પરત ફરતાં કચ્છીમંત્રી વાસણભાઇનું સામખિયાળીમાં અભિવાદન કરાયું


ગુજરાતની નરેન્દ્ર મોદી સરકારે કરેલાં મંત્રીમંડળના વિસ્તરણમાં મીઠા અને કુટિર ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ લીધા બાદ કચ્છીમંત્રીનું જિલ્લાના પ્રવેશદ્વાર સમાન સામખિયાળીમાં સ્વાગત-સન્માન કરાયું હતું, જેના પ્રત્યુત્તરમાં તેમણે કચ્છના કુટિર ઉદ્યોગને પ્રોત્સાહિ‌ત કરાશે તેવું કહ્યું હતું.

કચ્છમાં પ્રવેશતાં જ નવનિયુક્ત રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઇ આહિ‌રનું જંગી અખાડે અને મેકરણદાદાના અખાડે સ્વાગત કરાયા બાદ સામખિયાળીના સાંઇધામમાં ભાજપ દ્વારા યોજિત સન્માન સમારોહમાં ઉપસ્થિતોને સંબોધતાં રાજ્યમંત્રી આહિ‌રે કચ્છના કુટિર ઉદ્યોગોમાં નાનામાં નાના માણસને લાભ મળે તે માટે પૂરતા પ્રયાસો કરવા અને મીઠા ઉદ્યોગના વિકાસ માટે ખાતરી આપી હતી. આ પ્રસંગે સરપંચ જગદીશ મારાજ, દયારામ મારાજ, નારણ છેડા, અબ્દુલ રાઉમા, ભચાઉ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ મીર મામદભાઇ, ઇસ્માઇલ કુંભાર હાજર રહ્યા હતા.

- અંજારમાં લીધા આર્શીવાદ

અંજારના ધારાસભ્ય હોવાના નાતે વાસણભાઇએ જેસલ-તોરલ, અંબાજી મંદિર, તેમજ તેમના ગુરુ સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજીના આર્શીવાદ લીધા હતા. આ પ્રસંગે અંજાર નગરપાલિકા પ્રમુખ સામજીભાઇ સિંધવ, અગ્રણીઓ રાજુભાઇ કોડરાણી, જીવા શેઠ, નંદલાલ આહિ‌ર, રણછોડ વાસણ આહિ‌ર, ત્રિકમ આહિ‌ર, આડાના ચેરમેન ભરત શાહ, માજી નગર પ્રમુખ કલ્પનાબેન શાહે તેમનું સન્માન કર્યું હતું. શહેર તથા ગ્રામ્ય વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી.