નાના ભાઇએ મોટાભાઇને મૃત બતાવી કેપીટીમાં નોકરી મેળવી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- ગાંધીધામના ગળપાદર ગામે બનેલો બનાવ
- ખોટા સોગંદનામા તૈયાર કરી વીમાની રકમ પણ પચાવી પાડી
કંડલા પોર્ટ ટ્રસ્ટની 'પ્રતિષ્ઠિ‌ત’ લેખાતી નોકરી 'રહેમરાહે’ મેળવવા માટેનો એક અસામાન્ય અને વિચિત્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. મૂળ ગાંધીધામના ગળપાદર ગામે રહેતા ગોસ્વામી પરિવારના નાનાભાઇએ સગા મોટાભાઇ જીવીત હોવા છતાં મૃત બતાવી ખોટા દસ્તાવેજો તૈયાર કરી પોતે વારસદાર થઇ ગયો હતો અને કંડલા પોર્ટ ટ્રસ્ટમાં નોકરી તેમજ અન્ય વીમાની રકમ પણ હડપ કરી પરિવાર સાથે જ વિશ્વાસઘાત કર્યો હોવાનો મામલો સામે આવતાં પોલીસ તપાસમાં ગૂંથાઇ છે.
પોલીસે જણાવ્યું હતું કે, મેઘપર(બોરીચી) ગામે રહેતા નવીનગિરિ પરસોત્તમગિરિ ગોસ્વામીએ પોતાના જ ભાઇ હિ‌તેન્દ્રગિરિ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મૃતક પરસોત્તમભાઇને સંતાનમાં ચાર પુત્ર છે, જેમાં સૌથી મોટા મહેન્દ્રગિરિ એસ.ટી.માં ફરજ બજાવે છે. નવીનગિરિ ડ્રાઇવિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્રીજા ભાઇ ઝવેરગરનું ૧૯૮૬માં વીજશોકન લાગતાં મૃત્યુ નીપજ્યું હતું અને સૌથી નાનો હિ‌તેન્દ્રગિરિ હાલ કેપીટીમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. નાનાભાઇ હિ‌તેન્દ્રએ ૧૯૮૬માં ઝવેરગરનું અવસાન થતાં મરણના પ્રમાણપત્રમાં નવીનગિરિ ઉર્ફે ઝવેરગરનું અવસાન થયાનો દાખલો તૈયાર કરાવ્યો હતો.
ત્યાર બાદ માતા-પિતાની જાણ બહાર ખોટા સોગંદનામા તૈયાર કરી લીધા હતા અને વીમાની રકમ તો મેળવી લીધી હતી. પાછું નિયમ મુજબ નવીનગિરિને વારસદારમાં ન બતાવી પરસોત્તમભાઇનું ફરજ દરમિયાન મોત થતાં નોકરી પણ મેળવી લીધી હતી. ભાઇએ જ અન્ય ભાઇ સાથે છેતરપિંડી કરતાં અંતે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસે ફરિયાદને આધારે આખું મસમોટું કૌભાંડ બહાર લાવવા દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આગળ વાંચો નવીનગિરિ સામે ખુદ નાનાભાઇએ જ ૨૦૧૦માં પાછી ફરિયાદ નોંધાવી