• Gujarati News
  • GDA To Power Sever Light In Gandhidham Sevara Light Of The 65 Million

ગાંધીધામમાં પાવરસેવર લાઇટ માટે જીડીએએ ૬પ લાખ ફાળવ્યા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથો.ની બોર્ડ મીટિંગમાં લેવાયેલા નિર્ણયો
ઓથોરિટીએ ફી અને દરોમાં પણ રાહત આપી


ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીની બોર્ડ મીટિંગમાં કેટલાક પ્રજાના હિ‌તલક્ષી નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેમાં ગાંધીધામ નગરપાલિકા દ્વારા પાવરસેવર એલઇડી માટે ૬પ લાખની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
બોર્ડ મીટિંગમાં લેવાયેલા અન્ય નિર્ણયોમાં ડેવલોપમેન્ટ ઓથોરિટી દ્વારા શિણાય ગામના રહેણાકના ચાર ઝોનના રોડ પ્લાનને આખરી મંજૂરી પણ આપવામાં આવી હતી. ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટીના ચેરમેન મધુકાંતભાઇ શાહની અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડ મીટિંગમાં અમદાવાદ સેપ્ટ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલા શિણાય સીમતળના રહેણાકના પાંચ ઝોન અંગે આવેલા વાંધા સૂચનો સાંભળ્યા બાદ તેમજ તેની ઉપર વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ પ્લાનને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. ચેરમેન મધુકાંત શાહે વધુમાં એમ જણાવ્યું હતું કે, ગત બોર્ડ મીટિંગમાં જે ફી અને દરમાં વધારો કરવામાં આવ્યો હતો, તેમાં પણ લોકો તરફથી મળેલાં સૂચન તેમજ વાંધા બાદ તેમાં ખુબ જ ઘટાડો કરવામાં આવ્યો છે.

તેમણે ઘટાડા અંગે વધુ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, હેતુફેરના દરમાં પ્રતિચોરસ કિલોમીટર રૂપિયા ૩૦૦ની જે દરખાસ્ત હતી તે ઘટાડીને ૧પ૦ રૂપિયા કરી દેવામાં આવી છે. તેવી જ રીતે અન્ય દર અને ચાર્જીસમાં પણ શક્ય હોય તેટલો ઘટાડો કરવામાં આવ્યો છે. ગાંધીધામ શહેર તેમજ આસપાસના વિસ્તારોના વિકાસ માટે ગાંધીધામ ડેવલોપમેન્ટ ઓથોરિટી હંમેશાં યોગદાન આપતું રહ્યું છે તેમજ વધુ સુદૃઢ અને સુંદર માળખાકીય આયોજન થાય તે માટે જીડીએ હંમેશાં તૈયાર રહેશે તેમ ચેરમેન શાહે વધુમાં ઉમેર્યું હતું.