ભુજમાં નોરતાંના આરંભે જ જામી અભૂતપૂર્વ રમઝટ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હજુ થોડાં વર્ષ પહેલાં જ ભુજમાં નવરાત્રિની જમાવટ છેક ચોથા કે પાંચમા નોરતે થતી, લોકો નોરતાંના શરૂઆતના દિવસોમાં માતાના મઢ પગપાળા દર્શને જતા, ત્યાંથી આવીને ગરબીમાં દાંડિયા અને રાસગરબાની મોજ માણતા, પણ હવે જમાનો બદલાયો છે. દર્શનાર્થીઓ નોરતાં પૂર્વે (શ્રાદ્ધમાં જ) કચ્છના કુળદેવીના દર્શને પહોંચી જાય છે. એટલે, ઠેર-ઠેર નવરાત્રિ ઉત્સવ પણ પહેલા દિવસથી જ શરૂ થઇ જાય છે, તેમાંયે આ વખતે કોલેજ રોડ પર જયનગર નજીકના મેદાનમાં "આનંદીબેનનગર'માં ભાવેશ લક્કી સેવા ટ્રસ્ટ(ડુમરા) લક્કી ગ્રૂપ અને મા આશાપુરા ગ્રૂપ દ્વારા યોજાયેલો નમો નવરાત્રિ ઉત્સવ તદન નિ:શુલ્ક હોવાથી પ્રથમ દિવસથી જ હજારો લોકો ઉમટી રહ્યા છે.
અમેરિકામાં મોદીનું નમો નમ: શરૂ થયું છે, ત્યારે દેશના છેવાડે ભુજની ગરબીમાં પણનમો નમો' એ જમાવટ કરી છે. નોરતાંના બીજા દિવસે હજારો લોકોએ જાણીતા લોક કલાકાર કીર્તિદાન ગઢવીને માણ્યા હતા.