નિર્વિ‌ઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
'ભક્તાર્તિ‌નાશનપરાય ગણેશ્વરાય, સર્વેશ્વરાય શુભદાય સુરેશ્વરાય
વિદ્યાધરાય વિકટાય ચ વામનાય, ભક્ત પ્રસન્ન વરદાય નમો નમસ્તે'
અર્થાત્ : ભક્તો પર આવનારાં સંકટોને હરનાર હે ગણોના ઈશ્વર તમે જ સર્વ ઐશ્વર્ય પ્રદાન કરનાર શુભફળ આપનાર સૂરો (દેવો)ના ઈશ્વર છો. વિદ્યાર્થીઓને વિદ્યા આપનાર, વિકટ સંજોગોમાંથી બહાર કાઢનારા, મનસ્વરૂ, ભક્તો પર સદા પ્રસન્ન રહેનાર ગણેશજીને મારાં કોટિ કોટિ વંદન. માધાપર ટેક્સી એસોસિયેશન તથા બાપા સીતારામ ગ્રૂપ દ્વારા કોમી એક્તા અખંડીતતા સાથે ગજાનનની પૂજન અર્ચનામાં મુસ્લિમ બિરાદરો પણ જોડાયા હતા. સાથે દેશમાં કોમી એખલાસ માટે ગજાનન પાસે દુવા માગી હતી. શુભ કાર્યમાં સામેલ થઇ સાચી કોમી એક્તા દર્શાવી હતી. - તસવીર : મયૂર ચૌહાણ, જિગર ભટ્ટી, ભરત જોષી, ભાવેશ ગોર, મૂલય ગોસ્વામી, જયેશ ઠક્કર, રાજેન્દ્રસિંહ જાડેજા, જીતેશ હિ‌રાણી, ગૌતમ દરજી, ભૂપેન્દ્ર મહેશ્વરી, મનસુખ વરસાણી, હિ‌તેશ જોષી, રોનક ગજ્જર, ભારૂ પરમાર, હરેશ ધોલી, દિલીપ પંચાલ.