તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજથી ગાંધીધામ-પુરી ટ્રેન : આંધ્ર સમાજની માગણી પૂરી થશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
દર બુધવારે દોડનારી ટ્રેનને સાંજે સાંસદ લીલીઝંડી આપશે
ગાંધીધામ: છેલ્લાં 40 વર્ષથી ગાંધીધામ સંકુલમાં સ્થાઇ થયેલા આંધ્રસમાજની માગણીને અનુલક્ષીને અંતે ગાંધીધામ-પુરી સુધીની એક્સપ્રેસ ટ્રેન શરૂ થવા જઇ રહી છે. રજૂઆતો ઉપરાંત કચ્છના યુવાન સાંસદ વિનોદ ચાવડાના પ્રયાસો સફળ થતાં ગાંધીધામને આ ટ્રેન મળી છે. લાંબા સમયથી આ સંકુલમાં વસતા આંધ્રસમાજની માગણી હતી અને રેલવે મંત્રાલય સાથે પત્ર વ્યવહાર પણ કરાયા હતા, ત્યારબાદ નવી કેન્દ્ર સરકારમાં પણ રજૂઆતો કરવામાં આવી હતી આ આખરે ગાંધીધામથી પુરી સુધીની ટ્રેન સાપ્તાહિક ધોરણે ફાળવવામાં આવી છે, જે 8મીથી દોડતી થશે. ટ્રેનમાં થ્રી ટાયર એસી અને સ્લીપર ક્લાસના કોચિસ રહેશે. 19453 નંબરની આ ટ્રેનને બુધવારે સાંજે સાંસદ ચાવડા લીલીઝંડી દશાર્વીને સાંજે 7:30 વાગ્યે રવાના કરશે. અમદાવાદ, વડોદરા, સુરત, નાગપુર, દુર્ગ, રાયપુર થઇને આ ટ્રેન ત્રીજા દિવસે પુરી પહોંચશે. પુરીથી દર શનિવારે સવારે 9:05 વાગ્યે રવાના થઇને ગાંધીધામ ત્રીજા દિવસે સવારે 9:30 વાગ્યે પહોંચશે.
ટ્રેનની જાહેરાત યુપીએ સરકારે કરી હતી
ગાંધીધામ-પુરી ટ્રેન યુપીએ સરકારના રેલવે મંત્રી મલ્લિકાઅર્જુન ખડગે દ્વારા ફ્રેબુઆરી મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી, જે બુધવારથી જ શરૂ થઇ જશે. ગાંધીધામમાં વસતા આંધ્રપ્રદેશના લોકો રેલવે સ્ટેશને એકત્ર થઇ ટ્રેનને વધાવીને વિદાય આપશે. ટ્રેન શરૂ કરવાનો સંપૂર્ણ શ્રેય સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અહમદ પટેલ, રાજ્યસભાના સાંસદ વી. હનુમંતરાવ, સુધાકર રેડ્ડી, કોંગ્રેસના અગ્રણી શૈલેન્દ્રસિંહ જાડેજા, યજુવેન્દ્રસિંહ જાડેજા અને આંધ્રસમાજના એબેઝ યેસુદાસના અથાગ પ્રયત્નોને જાય છે, તેઓ દાવો સમીપ જોષી, ગની માંજોઠી, મોરારી શર્મા, ભરત ગુપ્તાએ કર્યો છે.