• Gujarati News
  • Gandhidham Position Appointed Chairman Of Pediatrics Expert Adadaana

ગાંધીધામના બાળરોગ નિષ્ણાત APPAના અધ્યક્ષ પદે નિમાયા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામના બાળ રોગ નિષ્ણાતની એશિયા પેસિફિક પીડીઆટ્રીક એસોસિયેશનના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે. ગુજરાતના સૌ પ્રથમ અને ભારતના આ બીજા એવા તબીબ છે કે જેને આવા મહત્વપૂર્ણ પદની જવાબદારી સોંપવામાં આવી છે.

બાળકોનું આરોગ્ય વધુને વધુ સારું રહે તેવા ઉદેશથી આ એસોસિયેશનની ૩૦ એપ્રિલ ૧૯૪૭ના રોજ ધ એસોસિયેશન ઓફ પીડીઆટ્રીક સોસાયટી ઓફ ધ સાઉથ-ઇસ્ટ એશિયન રિજિયનના નામથી શરૂ કરવામાં આવી હતી, જે ૨૦૧૨માં એશિયા પેસિફિક પીડીઆટ્રીક એસોસિયેશનમાં પરિવતિgત કરવામાં આવી છે, જેની તાજેતરમાં ડૉ. નવીન ઠક્કરના અધ્યક્ષ પદે હૈદરાબાદ ખાતે મીટિંગ મળી હતી, જેમાં સંસ્થાના ૧૫મા પ્રમુખ તરીકે બાળકોના આરોગ્ય માટે સતત કાર્યશીલ એવા ગાંધીધામના ડોક્ટરની નિમણુંક કરવામાં આવી હતી. હાલમાં આ સંસ્થા ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ચાઇના, હોંગકોંગ, ઇન્ડિયા, ઇન્ડોનેશિયા, જાપાન, મલેશિયા, મ્યાનમાર સહિતના ૨૧ દેશ સાથે જોડાયેલી છે.