ભુજની સંસ્થાએ ઉત્તરાખંડ માટે ૩૦ હજાર એકઠા કર્યા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સંઘમિત્રા મહિ‌લા સંસ્થા દ્વારા ૩૦ મિનિટમાં રકમ એકત્રિત

ઉત્તરાખંડના પીડિતોની સહાયતા માટે ભુજમાં સંઘમિત્રા જૈન મહિ‌લા સંસ્થાએ યોજેલા જોડીની જુગલબંધી કાર્યક્રમમાં ૩૦ મિનિટમાં ૩૦ હજાર જેટલી રકમ એકઠી થઇ હતી. પ્રમુખ છાયાબેન ગુણવંતીબેન, સરોજબેન, સ્મિતાબેને સહાયતાની અપીલ કરતાં બેનરનું અનાવરણ કર્યું હતું. જુગલબંધીનો એક્સેલન્ટ એર્વોડ જલ્પાબેન શાહ તથા ભાવિની શાહના ફાળે ગયો હતો, તો બેસ્ટ થીમ માટે પદ્માબેન તથા ભાવનાબેનને વિજેતા જાહેર કરાયા હતા. નિર્ણાયક તરીકે પ્રીતિબેન તથા કલ્પનાબેને સેવા આપી હતી. સંચાલન રેશ્માબેન ઝવેરીએ કર્યું હતું.