તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લઠ્ઠાકાંડમાં ચાર બૂટલેગરની ખૂનના આરોપસર ધરપકડ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- હત્યાની કોશિશનો પણ આરોપ નોંધી કરાઈ ધરપકડ
- દારૂનો જથ્થો પૂરો પાડતા શખ્સ સાથે બે સ્ત્રી પણ કાયદાના સાણસામાં


ભચાઉમાં લઠ્ઠાકાંડના ચકચારી પ્રકરણમાં બીજા દિવસે વધુ એક વ્યક્તિનું મોત થતાં મામલો ઓર ગંભીર બની ગયો હતો. પોલીસે આ કેસમાં બે સ્ત્રી સહિ‌ત ચાર બૂટલેગર સામે હત્યા અને હત્યાના પ્રયાસની કોશિશનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ભચાઉના જૂનાવાડા વિસ્તારમાં દેશી દારૂના જબ્બર વેચાણ દરમિયાન ઝેરી રસાયણયુક્ત દારૂ પીધા બાદ બુધવારે મહેબૂબ પિંજારાનું મોત થયું હતું. આ પહેલાં સુજા રબારીએ પણ જીવ ગુમાવ્યો હતો.

સત્તાવાર રીતે લઠ્ઠાકાંડે બે માણસનો ભોગ લીધાનું સામે આવ્યા બાદ ભચાઉમાં દેશી દારૂનો વેપલો ચલાવતા બાબુ વેલજી કોલી, તેની પત્ની રીટા, કુંવરબેન રામા ભુરા કોલી અને દીનેશ રવા કોલી સામે બે વ્યક્તિના ખૂન અને અન્યની ગંભીર હાલત માટે ખૂનની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દિનેશ કોલી ત્રણેય આરોપીને દારૂનો જથ્થો પૂરો પાડતો હતો. ભચાઉ પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને તપાસ આગળ વધારી હતી.