તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખાનાયમાં ૧.૬પ લાખનો દારૂ પકડાયો: બૂટલેગર ફરાર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અગાઉ પણ અહીં મોટો જથ્થો પકડાઇ ચૂક્યો છે
- એલસીબીની ટીમે વિદેશી દારૂની ૩૩૬ બોટલ અને બિયરના ૪૮૦ ટીન કબજે કર્યાં


અગાઉ પણ જ્યાં દારૂનો મોટો જથ્થો પકડાઈ ચૂક્યો છે, એવા અબડાસા તાલુકાના ખાનાય ગામમાં પોલીસે એક રહેણાક પર છાપો મારીને રૂા.૧.૬પ લાખનો જથ્થો પકડી પાડયો હતો. બૂટલેગરના ઘરમાં ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડીને વિદેશી દારૂની ૩૩૬ બોટલ અને બિયરના ૪૮૦ ટીન કબજે કર્યાં હતાં. જોકે, બૂટલેગર પોલીસના હાથમાં આવ્યો નહોતો.

આ અંગે એલસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે, ખાનાય સોઢા કેમ્પમાં રહેતા રાસુભા તગજી સોઢના રહેણાકમાં દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની બાતમી મળતાં રવિવારે બપોરે ત્યાં છાપો મારવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો તથા બિયર મળીને કુલ રૂા.૧,૬પ,૬૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપી હાથમાં આવ્યો નહોતો.

દરોડા વખતે એલસીબી ટીમમાં હેડ કોન્સ્ટેબલ વનરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, દીપુભા સોઢા, કાનાભાઈ રબારી, હેમુભાઈ રબારીએ કાર્યવાહી કરી હતી.