ગુજ્જુઓએ મેલબોર્ન-UKની તગડી આવક જતી કરી, કરે છે ખેતી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- નખત્રાણા અને મોરઝરના યુવાન વિદેશ છોડી વતનમાં આધુનિક ખેતી કરવા પ્રેરાયા
- એક યુવકે મેલર્બોન અને બીજાએ બ્રિટનની તગડી આવક જતી કરી
- બે યુવાન વિદેશ છોડી વતનમાં ખેતી કરવા માંડ્યા

કચ્છી ધારે તો વિશ્વના કોઇ પણ ખૂણે વસીને પ્રગતિ કરી શકે છે, ત્યારે નખત્રાણા અને મોરઝરના યુવાન વિદેશની તગડી આવક છોડી માદરે વતનમાં આધુનિક ખેતી કરવા પ્રેરાયા છે, જેમાં એક યુવકે ગ્રીનહાઉસ અને બીજાએ ઈઝરાયેલી ખારેકની ખેતીમાં ઝંપલાવ્યું છે.
કૃષિક્ષેત્રે કચ્છના બારડોલી તરીકે જાણીતા નખત્રાણા તાલુકાના પ૦૦ની આબાદી ધરાવતાં નાનકડાં મોરઝરના યુવાને ઓસ્ટ્રેલિયામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ સિસ્ટમ(એમઆઇટીએસ)નો અનુસ્નાતક અભ્યાસ પૂર્ણ કરી પોતાની માતૃભૂમિ પર આધુનિક ઢબે ખેતી કરવાનું શરૂ કર્યું છે. પ્રતીક ગઢવી પોતાને માત્ર ખાનગી નોકરી સુધી સીમિત ન રાખતાં અત્યારે અંદાજિત ૩પ એકર જમીનમાં વારસાગત વ્યવસાય એવા ખેતીકામને પોતાની કુશળતા અને શિક્ષણના જોરે કંઇક અલગ કરી છૂટવાના ધ્યેય સાથે ઉત્સાહભેર ઝંપલાવી નવો રાહ ચિંધ્યો છે.
આ બે ગુજરાતીઓએ કેમ વિદેશ છોડી પરત ફર્યા, આ આ ભણેલા-ગણેલા ખેડૂતો શેની શેની ખેતી કરે આ વાંચવા માટે આગળ ક્લિક કરો..