ટ્રેઇલર અડફેટે પાંચ ભેંસનાં મોત

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સામખિયાળી-મોરબી નેશનલ હાઇવે પર બનેલી દૂર્ઘટના થોડા-થોડા અંતરે થયેલા બે અક્સ્માતમાં છ ભેંસને ગંભીર ઇજા સામખિયાળી નજીક મોરબી તરફ જતાં ગુરુવારની મોડી રાત્રિના ૮-એ નેશનલ હાઇવે પર થોડા થોડા અંતરે બે ટ્રેઇલરચાલકે ભેંસના ધણને અડફેટે લીધા હતા, જેમાં ચાલકની ગંભીર બેદરકારીને કારણે પાંચ ભેંસનાં મોત નીપજયાં હતાં, જયારે છ ભેંસને ગંભીર ઇજાઓ થઇ હતી. અકસ્માત સર્જી એક ટ્રેઇલરચાલક ટ્રેઇલર રોડ મૂકી નાસી ગયો હતો, જયારે અન્ય ચાલક પોતાના વાહન સાથે પલાયન થઇ ગયો હતો. ભચાઉ તાલુકાના સામખિયાળી અને ઘરાણામાં રહેતાં નવઘણભાઇ ભરવાડ તથા અન્ય એક માલધારી ગુરુવારના મોડી રાત્રિના પોતાની ભેંસોને ચાંદ્રોડી ગામ આસપાસ ચરાવવા લઇ ગયા હતા. નવઘણભાઇની ભેંસો અબ્બાસભાઇના ભેડિયા સામે વાડીમાં ચરી રહી હતી, ત્યારે માલધારીને ઉંઘ આવી જતાં ભેંસો ચારણ ચરતી રસ્તા પર આવી ચડી હતી, ત્યારે પૂરગતિએ આવતાં ટ્રેઇલર નં. જી.જે.૩વી ૭૨૦૧ના ચાલકને રાત્રિનો સમય હોઇ ભેંસો નજરે ન પડતાં અડફેટે લીધી હતી, જેમાં ચાર ભેંસનાં મોત નીપજયાં હતાં, જયારે ત્રણ ભેંસને પગ, માથા તથા પીઠના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. અક્સ્માત સર્જી ટ્રેઇલર રેઢુ મૂકી ચાલક અને કલીનર નાસી છૂટયા હતા, તેનાથી થોડા દૂર અંતરે રિંગલ હોટલ પાસે અજાણ્યા ટ્રેઇલર ચાલકે ચાર ભેંસને ઝપટે ચડાવતાં એકનું મોત નીપજયું હતું, પરંતુ વાહનનો કોઇ પત્તો લાગ્યો ન હતો. આમ માર્ગ અક્સ્માતમાં પાંચ ભેંસ મોતને ભેટી હતી, જયારે છને ગંભીર ઇજાઓ થઇ હતી. પૂર્વ સરપંચે માલધારીનો રોષ શાંત પાડ્યો બે ટ્રેઇલરચાલકોની ગંભીર બેદરકારીને કારણે પાંચ-પાંચ ભેંસનાં મોત નીપજતાં પંથકના માલધારીઓમાં ભારોભાર રોષ ભભૂકી ઉઠયો હતો. જોકે, બનાવને પગલે સામખિયાળીના પૂર્વ સરપંચ રાણાભાઇ આહિ‌રે તાત્કાલિક સ્થળ પર દોડી જઇ માલધારીઓનો રોષ શાંત પાડયો હતો અને પોલીસને જવાબદાર સામે પગલાં ભરવા રજૂઆત કરી હતી.