તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • First Time Rabari Leader Assign In Taluka Panchayat President Seat

નખત્રાણા તા. પં.ના પ્રમુખ પદે પ્રથમવાર રબારી આગેવાન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- વર્તમાન પ્રમુખ એક માસની રજા પર જતાં ઉપપ્રમુખે હોદ્દો સંભાળ્યો

નખત્રાણા તાલુકા પંચાયતના વર્તમાન પ્રમુખ ભરત સોમજિયાણી એક માસની રજા ઉપર ઉતરતાં ઉપપ્રમુખ ખેંગારભાઇ રબારીની પ્રમુખ પદે આજે તાજપોશી થતાં તાલુકાભરમાંથી રબારી સમાજ ઉમટી પડયો હતો. તેઓ એક માસ આ પદ પર રહેશે. આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું કે, તાલુકાના વિકાસકામો કરવામાં ભાજપ હંમેશાં સક્રિય રહ્યો છે અને હું નહીં, પણ તું એવું પાર્ટીની ફોર્મુલા અપનાવીને તા.પં. પ્રમુખ પ્રથમવાર રબારી સમાજને મળતાં અભિનંદન આપ્યાં હતાં.

તા. ભાજપ પ્રમુખ ધીરજલાલ પટેલ, ગ્રામ પં. ઉપસરપંચ ચંદનસિંહ રાઠોડ, વસંતભાઇ વાઘેલા, લાખા ભોપા, તાનસેન શાહ સહિ‌ત અગ્રણીઓએ ખેંગારભાઇને ફૂલહાર પહેરાવી મોં મીઠું કરાવ્યું હતું. લોકોના કામ કરવામાં કયારે પાછીપાની નહીં કરું અને સૌનો સાથ સહુનો વિકાસને લઇને તાલુકાના વિકાસકામો કરવા પ્રમુખપદે આરૂઢ થતાં રબારીએ કહ્યું હતું. આ પ્રસંગે રબારી સમાજના અગ્રણીઓ વંકા પાલા રબારી, સોમાભાઇ રબારી, હીરા હમીર રબારી, ફકીર વજુ રબારી, હરિસિંહ રાઠોડ, રવિભાઇ ઉપસ્થિત રહ્યા હતા.