તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનતેરસના કચ્છ ભાજપે પ્રથમવાર યોજ્યું ધન્વંતરિ પૂજન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ડોકટર સેલ દ્વારા ભારતીય પરંપરા અંતર્ગત 'ધન્વંતરિ પૂજન’નો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શહેરના પ૦ જેટલા તબીબે હાજરી આપી હતી. જિલ્લામાં પ્રથમ વખત યોજાયેલા આ કાર્યક્રમમાં 'ધન્વંતરિદેવ’નું વિધિવત્ ધાર્મિ‌કવિધિથી પૂજન કરાયું હતું. પ્રસંગ પરિચય આપતાં ડોકટર સેલના જિલ્લા સહકન્વીનર ડો.રામ ગઢવીએ જણાવ્યું હતું કે, ભારતમાં અનાદિકાળથી આયુર્વેદ દ્વારા માનવ જીવનનું સંરક્ષણ કરાતું આવ્યું છે. ધનતેરસ કે ધન્વંતરિ તેરસ તરીકે આપણે ઉજવણી કરી સમાજના સારા સ્વાસ્થ્યની ભગવાન ધન્વંતરિ પાસે પ્રાર્થના કરીએ છીએ.

આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી જયસુખ પટેલ અને ભુજ શહેર ભાજપ પ્રમુખ રીતેન ગોરે શુભેચ્છા પાઠવતાં સમાજના આમ લોકો માટે ડોકટર સેલના માધ્યમથી જિલ્લા મથકે તમામ રોગના તજજ્ઞોની સેવા લઇ 'મેડિકલ કેમ્પ’ યોજવા સૂચવ્યું હતું. સંચાલન સહકન્વીનર ડો.વિશાલ જોષીએ, જ્યારે આભારવિધિ ડો.હિ‌માંશુ વાલાણીએ કરી હતી.

જિલ્લા ડોકટર સેલના કન્વીનર ડો.નરેશ ભાનુશાલી, ડો.આનંદ ચૌધરી, સિવિલ સર્જન ડો.ઘનશ્યામ પરમાર, આઇએમએ પ્રેસિડેન્ટ ડો.મુકેશ ચંદે, ડો.વિશાલ દેસાઇ, ડો.દીપક સુથાર, ડો.નરેન્દ્ર હિ‌રાણી, ડો.જય અંજારિયા, ડો.વર્ષાબેન મજેઠિયા, ડો.મેહૂલસિંહ ઝાલા, ડો.અનીલ મજેઠિયા સહિ‌ત ભુજ શહેર-તાલુકાના ડોકટરો હાજર રહ્યા હતા.