ગાંધીધામ: આદિત્યને આઠ સૂર્વણ ચંદ્રક, શુટિંગ ચેમ્પિયનશિપની પૂર્ણાહૂતિ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - મેડલ સાથે ચેમ્પિયન બનેલા ખેલાડીઓ)

-કચ્છની પહેલી શુટિંગ ચેમ્પિયનશિપની દબદબાભેર પૂર્ણાહૂતિ
-30 જુદી-જુદી ઇવેન્ટ્સ રમાડવામાં આવી હતી : ફાયર આમ્સમાં 42 અને
એર વેપનમાં 92 ખેલાડીએ ભાગ લીધો

ગાંધીધામ: પ્રથમ કચ્છ ડિસ્ટ્રીક્ટ શૂટિંગ ચેમ્પિયનશિપ કોમ્પિટીશન-2014નું ચાર દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. પૃથ્વીરાજ રાઇફલ શૂટિંગ ઇન્સ્ટિટ્યુટ-મોળવદર ખાતે ફાયર આમ્સ માટે અને એર વેપનની કોમ્પિટીશન કાકુભાઇ પરીખ સ્કૂલમાં યોજવામાં આવી હતી. મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં બે ડીવાયએસપીને બે ગોલ્ડ મેડલ અને બે સિલ્વર મેડલ મેળવવામાં સફળતા મળી હતી. 30 જેટલી જુદી-જુદી ઇવેન્ટ્સ રમાડવામાં આવી હતી.

કાકુભાઇ પરીખ સ્કૂલ ખાતે મેડલ સેરેમની યોજવામાં આવી હતી, જેમાં પૂર્વ કચ્છના એસપી દીપક મેઘાણી અને ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિયેશનના વાઇસ પ્રેસિડેન્ટ આચાર્ય ઘનશ્યામસિંહ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે દિલીપ અયાચીએ મેઘાણીનું મોમેન્ટો આપી સ્વાગત કર્યું હતું. પૃથ્વીરાજ દિલીપ અચાયીએ 500 મીટર રાઇફલ પોરેને ઇવેન્ટમાં 600માંથી 600 પોઇન્ટ મેળવીને રેકોર્ડ બનાવી સારો દેખાવ કર્યો હતો, તેને ગોલ્ડ મેડલ અને વિજય રાણાને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. વધુમાં પૃથ્વીરાજને ચેમ્પિયનશિપની ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. સૌથી વધુ ગોલ્ડ મેડલ આદિત્ય ઝુલ્લાએ આઠ મેળવ્યા હતા. ડીવાયએસપી દિલીપ અગ્રાવતે બે ગોલ્ડ મેડલ, રાજુભાઇ બારોટે બે સિલ્વર મેડલ મેળવ્યા હતા.
આરટીઓના જયેશ વ્યાસે બ્રોન્ઝ મેડલ મેળવવામાં સફળતા મેળવી હતી. ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ મેળવનારામાં વિજય રાણા, જયદત્ત અચાયી, ધર્મવીર અયાચી, ચેતનાની નિસર્ગ, મિતુલ વાઘેલા, રાજેશ જાંગીડ, ઉત્તરા ચેતનાની, અવિશા ચૌહાણ, મુશ્કાન કચોલિયા, શંકર સુઝાન, યશ્વીર પતરાવાલા, દિગ્વિજય દિયોર, બ્રિજરાજ ચુડાસમા, નેતૃક ગોસ્વામી, મનોજ તાહિલિયાણી, ગૌરવ રાઠોડ, રાહુલ મંડળ, વૈદિક પંજરીવાલા, મયૂર જાડેજા, અનવર મલિક, રમેશ ઢીલા, જુહી સહાણી, નુપૂર બલુજા, નીશા ઢોલું, કિરણજીત કૌર, સ્નેહા મઢવી, રેણુ કુમારી, રોહી સ્નેહા, અમીશા ભાટિયા, હેતવી સોરઠિયા, પ્રિયંકા સોરઠિયા, સ્વેતા રાણા, ઉત્તમ હુંબલ, કિશન બારોટ અને રાઘવ ગઢવીનો સમાવેશ થાય છે.