તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંધીધામમાં કપડાંની ફેક્ટરીમાં ૨૪ કલાક સુધી આગ ન બૂઝાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ : ખાનગી અને પાલિકાના મળી પ ફાયર ફાઇટર કામે લાગ્યાં

ગાંધીધામ નજીક ન્યૂ ઝોનમાં આવેલી એક કપડાંની કંપનીના ગોડાઉનમાં બુધવારની રાત્રિના કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ છે કે, ૨૪ કલાકથી વધુ સમય વિતી જવા છતાં કાબૂમાં આવી ન હતી. આગને ઓલવવા રાત્રિથી જ ખાનગી તેમજ નગરપાલિકાના મળી પાંચ ફાયર ફાઇટર કામે લગાડાયાં છે. આગથી લાખોની કિંમતના કપડાંનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો.

ન્યૂ ઝોનમાં પ્લોટ નં ૪૦૯ અને ૪૧૦માં આવેલી અમીતા એક્સપોર્ટ નામની કપડાંની કંપનીમાં રાત્રિના ૧:૩૦ વાગ્યાના અરસામાં કોઇ કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાંની સાથે જ સિકયુરિટી ગાર્ડે ફેકટરીના માલિક જુવીદભાઇ યાકુબભાઇ નાથાણીને જાણ કરતાં તેણે તાત્કાલિક પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. બનાવને પગલે ગાંધીધામ નગરપાલિકાના બે ફાયર ફાઇટર , કંડલા ટિમ્બર એસો., ઇફકો અને કંડલા પોર્ટ ટ્રસ્ટના ફાયર ફાઇટરને બોલાવવા પડ્યાં હતાં.

પાંચેય ફાયર ફાઇટર સતત ૧૮ કલાકથી વધુ સમયથી પાણીનો મારો ચલાવ્યો છતાં આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી નથી પોલીસ સબ ઇન્સ્પેકટર પી.એમ. પરમારનો સંપર્ક કરતાં તેણે કંપનીના ચોકીદારને પૂછતાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું નિવેદન આપ્યું છે ૯૦ ટકા જેટલો જથ્થો બળીને ભસ્મીભૂત થઇ ગયાનું કહ્યું હતું.