• Gujarati News
  • Female Students With Pranayaphaga Khelata Kutch University.'s Divisional Head

વિદ્યાર્થિ‌નીઓ સાથે પ્રણયફાગ ખેલતા કચ્છ યુનિ.ના વિભાગીય વડા

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક મહિ‌લા વ્યાખ્યાતા પણ સેકસ સ્કેન્ડલમાં સામેલ હોવાનું સપાટી પર આવ્યું

થોડા સમય પહેલાં નખત્રાણા તાલુકામાં એક શિક્ષકની પત્ની સાથે કામલીલા કરતા આચાર્ય વીડિયો ક્લિપમાં ચમકી ચૂકયા છે, તે ઘટના હજુ તાજી છે, ત્યારે કચ્છ યુનિવર્સિ‌ટીના અનુસ્નાતક ભવન ખાતે એક વિભાગીય વડાની વિદ્યાર્થિ‌નીઓ સાથેની કામલીલા સપાટી પર આવતાં યુનિવર્સિ‌ટીના વહીવટી તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે. આ અનુસંધાને કચ્છ યુનિવર્સિ‌ટીના ઇન્ચાર્જ કુલપતિએ સાંજે તમામ શાખાના વિભાગીય વડાની બેઠક બોલાવી હતી.

આ અંગે કચ્છ યુનિવર્સિ‌ટીના કુલપતિને ફરિયાદ કરતો એક પત્ર પણ મળ્યો હતો, જેમાં અંગ્રેજી વિભાગના વડા અને સિનિયર લેકચરર એવા સેકસ સ્કેન્ડલમાં સામેલ હોવાની વાત બહાર આવી છે. એટલું નહીં, પરંતુ યુનિવર્સિ‌ટીના ડી બ્લોકની એક મહિ‌લા વ્યાખ્યાતા પણ આ ષડયંત્રમાં સામેલ હોતાં યુનિવર્સિ‌ટીના મહિ‌લા સેલે પણ આ બાબતની નોંધ લીધી છે. સામાન્ય રીતે અનુસ્નાતક ભવનોમાં સવારે ૮:૩૦થી ૧૨ વાગ્યા સુધી શિક્ષણકાર્ય થાય છે, ત્યારે આ અંગ્રેજીના વ્યાખ્યાતા રાત્રિના ૮ વાગ્યા સુધી વિદ્યાર્થિ‌નીઓને માર્ગદર્શન આપતા માલુમ પડયા છે, તો યુનિવર્સિ‌ટીમાં રાત્રિએ સિકયોરિટી ગાર્ડે પણ વિદ્યાર્થિ‌નીની ગાડી પાછળ બેસી અડપલાં કરતા જોયા છે. છતાં હજુ સુધી કોઇ પગલાં ભરવામાં આવ્યાં નથી. ભૂતપૂર્વ અંગ્રેજી વિભાગના વડા શ્રીધરન પણ આ વ્યાખ્યાતાના ત્રાસને લીધે કચ્છ યુનિવર્સિ‌ટી સાથે છેડો ફાડી વિદેશ જતા રહ્યા બાદ બધી સત્તા અને પાવર અંગ્રેજીના પ્રાધ્યાપકને મળતાં તેનો દુરુપયોગ કરાઇ રહ્યો છે.
કેટલીક વિદ્યાર્થિ‌નીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું છે કે, આ પ્રાધ્યાપક મોડી રાત્રિ સુધી ફેસબુક પર ચેટિંગ કરે છે, જેમાં વિદ્યાર્થિ‌નીઓ સાથે બિભત્સ માગણી પણ મૂકી હોય તેવા કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ આ પરિસ્થિતિ વધુ વણસી છે.

આ બાબતે કચ્છ યુનિવર્સિ‌ટીના ઇનચાર્જ કુલપતિ ડો.તુષાર હાથીએ જણાવ્યું હતું કે, અંગ્રેજી વિભાગના વડા હિ‌તેશ રાવિયા વિરુદ્ધ ફરિયાદ મળી છે અને તેની તપાસ કરી નિર્ણય લેવામાં આવશે.