ભુજ મામલતદાર કચેરીમાં રૂ.1700ની લાંચ લેતા માનદ કર્મચારીની ધરપકડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર - લાંચ લેનાર કર્મચારી)

ભુજ: ભુજ શહેરની મામલતદાર કચેરીમાં ઇ-ધરા કેન્દ્રમાં માનદ સેવા આપતા એક નિવૃત્ત કર્મચારી રૂા.1700ની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યૂરોના છટકાંમાં આબાદ પકડાઈ ગયા હતા, તેમણે અરજદાર પાસે જમીનના હક્કપત્રક તૈયાર કરીને એમાં નાયબ મામલતદારની સહીઓ કરાવવા માટે નાણાંની માગણી કરી હતી.

એસીબીના સત્તાવાર સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આ કેસમાં આરોપી દિનેશ ઉમાકાંત અંતાણી (57)(રહે. મંગલમ્ હોટલ નજીક)ની ધરપકડ કરવામાં આવી છે. ભુજના હુસેન મામદ ઠેબા (સંજોગનગર)એ ફરિયાદ કરી હતી, તેને મોજે ફુલરા, ગામ નાગિયારીમાં આવેલી જમીન અંગેના હક્કપત્રક-6 કઢાવવા હતા. આ હક્કપત્રક કઢાવી તેમાં નાયબ મામલતદારની સહીઓ કરાવી આપવા માટે તેની પાસેથી લાંચની માગણી કરી હતી. હુસેન ઠેબાએ આ બાબતે એસીબી-બોર્ડર રેન્જમાં ફરિયાદ કરી હતી, દરમિયાન, આરોપી તરફી સૂત્રના જણાવ્યા પ્રમાણે આરોપી હંગામી કર્મચારી પણ નથી, પરંતુ કચેરીના કામકાજના જાણકાર હોવાને કારણે મદદરૂપ થતા હતા.