વીજ સમસ્યાઓ નહીં ઉકેલાય તો જિલ્લાવ્યાપી લડતનું એલાન

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ભુજમાં પીજીવીસીએલ કચેરી સામે યોજાયેલાં ધરણામાં ચારેક હજાર જેટલા ધરતીપુત્ર ઉમટ્યાઅનેક વીજ સમસ્યાનો સામનો કરતા કચ્છભરના કિસાનોએ હવે જો વીજતંત્ર તાકીદે નિરાકરણ નહીં લાવે તો તેમની લડત જિલ્લાવ્યાપી બનાવાશે તેવો નિર્ધાર ભુજમાં યોજાયેલા ધરણાના કાર્યક્રમમાં વ્યકત કર્યો હતો. પીજીવીસીએલ કચેરી સામે અંદાજે ચારેક હજાર જેટલા ધરતીપુત્રે હાજરી આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.ખેતીવાડીના વીજ કનેકશન શિફિટંગમાં બે વર્ષ જૂની જમીનનો આગ્રહ ન રાખવા, લોડ પ્રમાણે ટ્રાન્સફોર્મર લગાવવા, લોડ વધારા માટે માત્ર ડિપોઝિટ જ લેવા, બળી ગયેલી મીટરના રૂપિયા ન વસૂલવા, એબી બોરની ૬પ૭ પ્રમાણેના પરિપત્ર મુજબ મંજૂરી આપવા તેમજ ખેતરના રહેણાક મકાનોમાં સિંગલ ફેઇઝ કનેકશન આપવા સહિ‌તની માંગો સાથે યોજાયેલા ધરણામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતાં કચ્છ જિલ્લા ભારતીય કિસાન સંઘના નવનિયુકત પ્રમુખ સામજીભાઇ મ્યાત્રાએ જણાવ્યું હતું કે, આ પ્રશ્નો માટે સ્થાનિક વહીવટી તંત્ર, રાજકીય અગ્રણીઓ તેમજ ઉર્જા‍મંત્રી સહિ‌ત વિવિધસ્તરે રજૂઆત કરાઇ હોવા છતાં કોઇ પરિણામ ન આવતાં નાછૂટકે ધરણા કરવાં પડયાં છે.તેમણે ઉમેર્યું હતું કે, હજુ પણ જો વીજતંત્ર કોઇ નિવેડો નહીં લાવે તો દરેક તાલુકામથકે કાર્યક્રમ આપી લડતને જિલ્લાવ્યાપી બનાવાશે. જિલ્લા ઉપપ્રમુખ શિવજીભાઇ બરાડિયાએ વીજ સમસ્યા માટે કયાં કાયદાકીય શસ્ત્રો ઉગામી શકાય તેના વિશે છણાવટ કરી હતી. પ્રદેશ પ્રતિનિધિ ઇશ્વરભાઇ લાખાણીએ હવે રાજ્યને પરિવર્તનથી જરૂર હોવા પર ભાર મૂકતાં છેવટ સુધી લડી લેવા હાકલ કરી હતી, તો વિઠ્ઠલભાઇ ભીમાણી અને માવજીભાઇ જાટિયાએ સંગઠન શકિત સામે ભલભલાને ઝૂકવું પડતું હોય છે તેવું જણાવ્યું હતું.મહામંત્રી હંસરાજભાઇ પટેલ સંચાલિત કાર્યક્રમમાં કોષાધ્યક્ષ લક્ષ્મણભાઇ વરસાણી, ઉપપ્રમુખ મણિલાલ વેલાણી, મહિ‌લા પ્રમુખ પૂરબાઇ રત્ના, રાધાબેન ભુડિયા, રાધાબેન કેરાઇ, ગોવિંદભાઇ વાગડિયા સહિ‌તના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.- ભાદરવાના તાપની કિસાનોએ પરવા ન કરીસવારે ૧૦ વાગ્યાથી વીજકચેરી સામે એકઠા થયેલા ખેડૂતો માટે શમિયાણા બંધાયાં હતાં તે ટૂંકાં પડતાં સેંકડો ખેડૂતોએ સાંજના ચાર વાગ્યા સુધી તડકામાં ઊભીને પણ આગેવાનોના વકતવ્ય સાંભળ્યાં હતાં, જે તેમને સતાવતી સમસ્યા કેટલી વિકટ હશે તેનું આડકતરું સૂચન હતું.- રામામંડળમાં 'પઢિયાર’ વિલનનો રોલ ભજવતોજિલ્લા પ્રમુખે રામામંડળની ભવાઇને ટાંકતાં કહ્યું કે, તેમાં પઢિયાર વિલનનું પાત્ર હતું, ત્યારે ઉપસ્થિતોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કેમ કે, હાલે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેર પણ પઢિયાર છે