તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજ નજીક દારૂનો આથો પીવાથી આઠ ગાયનાં મોત : છ ગંભીર

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- નાગોર નદીમાં ધમધમતી ભઠ્ઠીઓએ ગાયોનો લીધો ભોગ
- પાલારા જેલ પાસે માલાધારીઓની ગાયો ચરીને પરત આવીને ટપોટપ મરવા લાગતાં ચિંતાનું મોજું ફરી વળ્યું
ભુજ પાસે આવેલી પાલારા જેલ નજીક માલધારી પરિવારની એક સાથે આઠ ગાયનાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. આ ગાયો નજીકમાં આવેલી નદી પાસે ચરતી હતી, એ દરમિયાન નાગોર નદીના વિસ્તારમાં દારૂ બનાવવાનો આથો ગટગટાવી ગઈ હતી. ચરીને પરત ઢોરવાડા પર આવી, ત્યારે એ ગાયમાંથી આઠની લોથ ઢળી જતાં પશુપાલક પરિવારમાં ચિંતાનું મોજું પ્રસરી ગયું હતું. ભચાઉમાં જ્યારે લઠ્ઠાકાંડે માનવીનો ભોગ લીધો, એ દિવસે ભુજના સીમાડામાં પણ દારૂની બેફામ વ્યાપેલી બદીથી પશુઓનાં મોતની ઘટનાએ તંત્ર સામે લાલબત્તી ધરી છે અને પોલીસની પોલ ઉઘાડી પાડી છે.
ભુજ તાલુકાના નાગોર નદી વિસ્તારમાં ૩૦ ગાય ચરતી હતી, એ દરમિયાન એમાંથી કેટલીક ગાયો ત્યાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓમાંથી ફેંકાયેલું દેશી દારૂ બનાવવાના આથાવાળું પ્રવાહી ગટગટાવી ગઈ હતી. આ ગાયો પાલારા જેલ પાસેના ઢોરવાડા પર પરત આવી, ત્યારે તેમની હાલત બગડી ગઈ હતી. માલધારીઓ ચિંતામાં મૂકાઈ ગયા હતા.

અહીંથી આગળ વાંચવા તસવીરો બદલો...