નવી પેઢીને શિક્ષણની સાથે મર્યાદા કેળવી આગળ વધવા શીખ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોડકી ગંગાજી ખાતે લેવા પટેલ સમાજનું સંમેલન યોજાયું
પટેલ ચોવીસીના લેવા પટેલ સમાજ દ્વારા સમાજમાં એકતા અને સંપને આત્મસાત કરવાના હેતુથી રવિવારે કોડકી ગંગાજી ખાતે સ્નેહમિલન અને પ્રવાસ યોજાયા હતા. મોટી સંખ્યામાં જ્ઞાતિજનોનો હાજરીમાં સમાજના મોવડી અરજણભાઇ પીંડોરિયાએ જ્ઞાતિના યુવા-યુવતીઓને શિક્ષણની સાથે મર્યાદા કેળવવાની શીખ આપી હતી.
સમાજના આગેવાનો આર.આર.પટેલ, આર.એસ. હિ‌રાણી, રામજીભાઇ સેંઘાણી, ગોપાલભાઇ ગોરસિયા, કેશરાભાઇ પીંડોરિયા વગેરેની હાજરીમાં સમાજના વિવિધ અભ્યાસક્રમોમાં અવ્વલ આવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રમત-ગમત ક્ષેત્રે ઝળકેલા જ્ઞાતિના યુવા-યુવતીઓનું ચંદ્રકથી સન્માન કરવામાં આવ્યું હતું. સ્નેહમિલન અને સમૂહપ્રવાસના દાતા દેવશીભાઇ રહ્યા હતા, જ્યારે આયોજન અને વ્યવસ્થા લેવા પટેલ યુવક સંઘ દ્વારા કરવામાં આવ્યાં હતાં.