• Gujarati News
  • Early Allowance Pending The Election Duties Palanpur

અગાઉનું ભથ્થું બાકી ત્યાં પાલનપુરમાં ચૂંટણી ફરજમાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પૂર્વ અને પ‌શ્ચિ‌મ કચ્છના પ૦૦થી વધુ જવાન ૩૦મીથી બંદોબસ્તમાં
પોલીસવડા દ્વારા અગાઉથી જ ચૂંટણીપંચને બંદોબસ્તની માહિ‌તી પૂરી પાડી દેવા કર્મચારીઓની માંગ


પાલનપુર ખાતે લોકસભાની પેટા ચૂંટણી યોજાનારી છે, ત્યારે પૂર્વ અને પ‌શ્ચિ‌મના મળી પ૦૦થી વધુ જવાનને બંદોબસ્તમાં ફરજ સોંપાઇ છે. આ સમયે કર્મચારીઓને પ્રશ્ન એ મૂંઝવે છે કે, તાજેતરમાં નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીનું ભથ્થું હજુ પણ કચ્છના પોલીસ કર્મચારીઓને મળ્યું નથી, ત્યારે આ વખતે જિલ્લા પોલીસવડા દ્વારા અગાઉથી જ ચૂંટણીપંચને ફરજમાં મૂકાયેલા કર્મચારીઓની માહિ‌તી પૂરી પાડવામાં આવે, તો તાત્કાલિક ભથ્થું મળી રહે તેવું પોલીસ કર્મચારીઓ ઇચ્છી રહ્યા છે.

પાલનપુરમાં લોકસભાની પેટા ચૂંટણી યોજાનારી છે, ત્યારે ચૂંટણીપંચના આદેશ અનુસાર દરેક જિલ્લામાંથી પોલીસ જવાનો ફાળવવાના હોય છે. આ અંતર્ગત પૂર્વ અને પ‌શ્ચિ‌મ કચ્છ પોલીસ દ્વારા કર્મચારીના નામ તો મોકલી અપાયાં છે, જે આગામી તા.૩૦થી પાંચ દિવસ સુધી બંદોબસ્તમાં રહેશે. ત્યારે કર્મચારીઓને પ્રશ્ન એ મૂંઝવી રહ્યો છે કે, તાજેતરમાં પંચાયત અને પાલિકાની ચૂંટણી યોજાઇ હતી, જેમાં પણ કચ્છનો સ્ટાફ પાલનપુર ખાતે બંદોબસ્તમાં મૂકાયો હતો, પરંતુ જે-તે સમયે ચૂંટણીપંચને કર્મચારીઓની સંબંધિત માહિ‌તી પૂરી ન પડાતાં આજ દિન સુધી ચૂંટણી ભથ્થું મળી શક્યું નથી, ત્યારે આ વખતે યોગ્ય રજૂઆત કરવામાં નહીં આવે, તો આ વખતે પણ ચૂંટણી ભથ્થાંથી વંચિત રહેવું પડશે.

વિધાનસભા વખતે એડવાન્સ પૈસા ચૂકવાયા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિધાનસભાની ચૂંટણી સમયે એક પોલીસ કર્મચારીએ ચૂંટણીપંચ સહિ‌તના સંબંધિત વિભાગને સમયસર ચૂંટણી ભથ્થું ચૂકવવા લેખિત રજૂઆત કરાતાં તાત્કાલિક ફરજમાં જનારા તમામ કર્મચારીને એડવાન્સમાં ભથ્થું ચૂકવી દેવામાં આવ્યું હતું.