તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભુજમાં નળવાટે પીવાની જગ્યાએ આવતું ગટરનું પાણી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- બે દિવસ પહેલાં ઘનશ્યામનગર તથા સોમવારે શક્તિનગર ૧-૨ના લોકોએ પાલિકા સામે મોરચો માંડયો

ભુજમાં ઠેર ઠેર ગટરો ઉભરાય છે અને તેનું નિરાકરણ કરવા પાલિકાએ કામગીરી આદરી છે, ત્યારે હવે નવી સમસ્યા શહેરમાં ઊભી થઇ છે, જેનાથી રોગચાળો ફાટવાની ભીતિ લોકો સેવી રહ્યા છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ગટરોની લાઇનો સાફ કરવાનું કામ ચાલી રહ્યું છે, જેના કારણે પીવાના પાણી સાથે હાલે ગટરનું પાણી મિશ્ર થઇ આવતું હોવાની ફરિયાદો ઉઠી છે.

શક્તિનગર ૧ અને ૨ના રહેવાસીઓ પાલિકા ધસી આવ્યા હતા અને આ મુદ્દે રજૂઆત કરી હતી. હાલે વરસાદની મોસમ છે, ત્યારે આવી બેદરકારીના કારણે રોગચાળો ફેલાય તેવી ભીતિ લોકોએ વ્યકત કરી હતી. બે દિવસ પહેલાં પણ ગટરનું પાણી આવતું હોવાની ફરિયાદ લઇને લોકો ધસી આવ્યા હતા. રોગચાળો વકરતો હોવાની સ્થિતિ પેદા થઇ છે, ત્યારે સફાઇમાં તકેદારી રાખવામાં આવે તેવી માગણી લોકોએ કરી હતી.

- ઉમેદનગરમાં પીવાના પાણીનો વેડફાટ

લોકો પાણીનો બચાવ કરવાના બદલે તેનો વેડફાટ કરતા હોય તેવી સ્થિતિ ઉમેદનગરમાં જોવા મળી રહી છે. કેટલાય વિસ્તારોમાં લોકોની બેદરકારીના કારણે પાણીના ટાંકા છલકાઇ જતાં હોવાથી હજારો લિટર પાણી વેડફાઇ જઇ રહ્યું છે. ઉમેદનગરમાં આ નજારો સામાન્ય બની ગયો છે. થોડા સમયથી અહીં ફુલ ફોર્સથી પાણી આપવામાં આવી રહ્યું છે, જે સારી બાબત છે, પણ બીજીતરફ બેદરકાર બનીને લોકો ટાંકો ભરાઇ જશે, તો પાણી છલકાશે તે જોવાની તસ્દી લેતા નથી.