ભુજ: ડાયાલિસીસ પેશન્ટ માટે કલાકારો એક મંચ પર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- કોલ્હાપુરથી આવેલા આર્ટિ‌સ્ટોએ રંગમંચ ડોલાવ્યો
- જૈન જાગૃતિ સેન્ટ્રર દ્વારા ૬૧ હજારનું ભંડોળ એકત્ર કરીને દાનમાં અપાયું

ભુજ: લોકોમાં દેશ ભક્તિની ભાવના વધુ તીવ્ર બને તેમજ ડાયાલિસીસના દર્દીઓને ઉપયોગી થવાના ઉમદા હેતુ સાથે જૈન જાગૃતિ સેન્ટર, ભુજ દ્વારા તાજેતરમાં ભુજના ટાઉન હોલ મધ્યે કોલ્હાપુરના કલાકારો દ્વારા જાગો હિ‌ન્દુસ્તાની પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ અને રાપર વિધાનસભાના ધારાસભ્ય પંકજ મહેતાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રોગ્રામનો ઉદેશ સમજાવતાં પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્ર શાહ, કો-પ્રોજેક્ટ ચેરમેન અશોક સંઘવી અને દિનેશ ખંડોરે જણાવ્યું હતું કે, કિડનીના રોગોથી પીડાતા કેટલાય લોકોને અવાર-નવાર ડાયાલિસીસ કરાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે. આવા દર્દીઓ આર્થિ‌ક-માનસીક અને શારિરીક રીતે પાયમાલ થઇ જતા હોય છે, ત્યારે જૈન જાગૃતિ સેન્ટર દ્વારા દાતાઓના સહયોગથી આવા દર્દીઓને મદદરૂપ થવાનો એક પ્રયાસ કરેલો છે.

લાયન્સ કલબના પ્રમુખ અભય શાહને રૂા.પ૧ હજાર અને મિતેષ એચ. શાહને રૂા.૧૧ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોમાંથી પણ ડાયાલિસીસ માટે અનુદાન જાહેર કરવામાં આવ્યં હતું. આ કાર્યક્રમ દરમિયાન વધુ એક ઉમદા કાર્ય થયું હતું, જેમાં માંડવીના ૧પ વર્ષની નાની વયના કુલદીપ હરેશભાઇ ઘેડા ડાયાલિસીસના દર્દથી પીડાય છે અને આના કારણે તેના લીવર-કિડની અને આંખના પડદાઓને પણ ખૂબ જ નુકસાન થયેલું છે તેના પિતા એક સામાન્ય મજૂરીનું કડિયા કામનું કામ કરે છે. તેમને પણ સંસ્થા દ્વારા ૧૧ હજાર તેમજ અન્ય દાતાઓ તરફથી રૂા.૧૦પ૦૦ અપાયા હતા.

જાગો હિ‌ન્દુસાનીના ડાયરેકટર સુરેશભાઇ શુક્લનું બૂકેથી સ્વાગત તેમજ સાહિ‌ત્યથી સન્માન જૈન જાગૃતિ સેન્ટરના કારોબારીના હસ્તે કરાયું હતું. આ અગાઉ પણ આ સંસ્થા દ્વારા જ સ્થળે કાર્યક્રમનું આયોજન કરીને જૈન સાધુ-સાધ્વીઓને ઉપયોગમાં આવે તેવી વ્હીલચેર ભુજના સંઘોને અર્પણ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં ડાયાલિસીસ માટે ગણુ જ કાર્ય થઇ રહ્યું છે તેના માટે અનેક યુવાનો પણ મહેનત કરી રહ્યા છે.