માંડવીના આ ડૉક્ટર સાહેબ આવી રીતે પહોંચે છે દર્દીઓની સેવામાં

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીના તબીબ પોતાના કાર્યો સાઇકલથી આટોપે છે
બે ફોર વ્હીલર અને બે ટુ વ્હીલરના માલિક
સાહ્યબી ભોગવતા સ્ત્રીરોગ નિષ્ણાતે સાદગી પણ અપનાવી
ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભાગ લઇ અવારનવાર દેશનું પ્રતિનિધિત્વ કરનાર માંડવીના એક સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ પાસે બે લકઝુરીયસ કાર અને બે ટુ વ્હીલર હોવા છતાં પોતાના દૈનિક કામો તેઓ સાઇકલથી આટોળે છે. અટલુજ નહીં ક્લિનીક પર પણ આ પર્યાવરણના સાથી વાહન પર બેસીને આવે છે.
સાત વાર વિદેશમાં તેમજ ભારતના અનેક રાજયોમાં હવાઇ મુસાફરી કરનારા સુખ સાહ્યબી ભોગવતાં ડો.પુનિત ખત્રીએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, હોલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર આજે પણ સાઇકલનો ઉપયોગ કરે છે. તેમણે સાઇકલિંગના ફાયદા વર્ણવતાં જણાવ્યું હતું કે, નિયમિત સાઇકલ ચલાવવાથી ડાયાબિટીસ, કોલેસ્ટેરોલ, બ્લડ પ્રેસર કે સાઇટિકા જેવી તકલીફનો સામનો કરતાં દર્દીઓને ઘણી રાહત મળે છે. આ ઉપરાંત પેટ્રોલ અને પર્યાવરણને પણ બચાવી શકાય છે.
તેમણે યુવાનોને જરૂર પડ્યે જ બાઇકનો ઉપયોગ કરવાની સલાહ આપતાં જો સાઇકલને અપનાવશો તો રોગ તમારા પર સવાર નહીં થાય તેવું કહ્યું હતું.