• Gujarati News
  • Do Not Just Watch The Match On TV After Sachin Retirement Kacchi Fan

સચિનનો કચ્છી ફેન તેની નિવૃત્તિ બાદ ટીવી પર મેચ નહીં નિહાળે

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- સચિનનો કચ્છી ફેન તેની નિવૃત્તિ બાદ ટીવી પર મેચ નહીં નિહાળે
- મૂળ મુન્દ્રા તા.ના ટુંડાનો તથા મુંબઇમાં વ્યવસાય કરતો
- હાથ પર તેંડુલકરનું ટેટુ ત્રોફાવતાં સચિને ખુદ તેના પર ફિદા થઇને મુલાકાત આપી
ક્રિકેટના ભગવાન મનાતા સચિન તેંડુલકરની નિવૃત્તિની જાહેરાત તેના ચાહકો માટે આંચકા સમાન છે, ત્યારે તેના ક્રેઝી કચ્છી ફેને સચિન સાથેની મુલાકાતામાં તેની નિવૃત્તિ બાદ ટીવી પર તે કોઇપણ મેચ નહીં જોવે તેવો નિર્ણય લીધો હતો.
મૂળ મુન્દ્રા તાલુકાના ટુંડાના અને મુંબઇમાં વ્યવસાય કરતો ૩પ વર્ષનો રીકીન દેઢિયા સચિનનો જબરો ચાહક છે. સામાન્ય રીતે લોકો આરાધ્યદેવના ટેટુ કે નામ ત્રોફાવતા હોય છે, પણ સચિનને જ ભગવાન સમજતા રીકીને ૧૨ કલાક બેસીને ૨૨ હજારનો ખર્ચ કરીને પોતાના હાથ પર સચિનનું ટેટુ ત્રોફાવ્યું છે. આ વાતની જાણ સચિનને થતાં તેમણે રીકીનને મળવાનું તેડું મોકલ્યું હતું.
વધુ જાણકારી માટે કરો આગળ ક્લિક....